આંગણવાડીના કુપોષિત- અતિ કુપોષિત રપ બાળકોને દત્તક લેવાયા
ડીસા, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના જન્મ દિવસ નિમિત્તે શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (માકેટયાર્ડ) ડીસા દ્વારા આંગણવાડીના કુપોષિત અને અતિ કુપોષિત બાળકોને ખજૂર- ચણાનું વિતરણ કરી રપ બાળકોને દત્તક લઈ કુપોષિતમાંથી સુપોષિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલના જન્મ દિવસ નિમિત્તે રાજયભરમાંથી કુપોષિત બાળકોને સુપોષિત કરવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે ડીસા માર્કેટયાર્ડના ચેરમેન અને ભાજપના આગેવાન માવજીભાઈ દેસાઈ દ્વારા
ડીસા શહેરની પ૦ જેટલી આંગણવાડીના કુપોષિત અને અતિકુપોષિત બાળકોને બુધવારે ડીસા તાલુકા પંચાયતના સભાખંડમાં ચેરમેન માવજીભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને અને જીલ્લા ભાજપ ઉપપ્રમુખ કૈલાશભાઈ ગેહલોત, બનાસકાંઠા હોમગાર્ડઝના જીલ્લા કમાન્ડન્ટ આર.એમ. પંડયા,
ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠકકર, ડીસા શહેર ભાજપ પ્રમુખ પ્રતિકભાઈ પઢિયાર, ડીસા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન એન.ટી. માળી, વિપુલભાઈ દવે અને સીડીપીઓ ચેતનાબેન ગઢવીની ઉપસ્થિતિમાં આંગણવાડી કાર્યકરો અને લાભાર્થીઓને ખજૂર- ચણાના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.