Western Times News

Gujarati News

હળવદમાં શ્રી પ્રજ્ઞા પુરાણ-૨૪ કુંડી શ્રી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો

(તસ્વીરઃ જીજ્ઞેશ રાવલ, હળવદ)  ભુદેવોની નગરી એવી છોટી કાશી હળવદમા શ્રી મહાલક્ષ્મી આનંદ ગરબા મંડળ-હળવદ દ્રારા શ્રી ગાયત્રી પરીવાર મોરબી તેમજ સુરેન્દ્‌બનગરના સહયોગથી તા.૧૧/૦૩થી ૧૫/૦૩ દરમ્યાન શ્રી પ્રજ્ઞા પુરાણ તેમજ તા.૧૬|૦૩ના રોજ ૨૪ કૂંડી શ્રી ગાયત્રી મહાયજ્ઞ,

બ્રાહ્મણની ભોજનશાળા હળવદ ખાતે જગત જનની માઁ ગાયત્રીમાના સાંનિધ્યમા આયોજન કરાયુ હતુ.જેમા શ્રી ગાયત્રી પરીવારના પ્રણેતા-સ્થાપક પંડીત શ્રી રામ શર્મા આચાર્ય દ્રારા રચીત અત્યાધુનિક યુગના પૂરાણ સમા શ્રી પ્રજ્ઞા પૂરાણ કથાનુ રસપાન,જામનગર સ્થીત શ્રી શકિત પીઠના પ્રજ્ઞા પુત્રી શ્રીમતી ચંદ્રાબા રાઠોડ એ વિવિધ દ્રષ્ટાંતો સાથે રસાળ શૈલીમા ભકિતમય વાતાવરણમા કરાવ્યુ હતુ.જેનુ અસંખ્ય આબાલ વૃધ્ધો અને ખાસ કરી બહોળી સંખ્યામા મહિલાઓ ધર્મલાભ લીધો હતો.

જયારે,તા.૧૪ના રોજ ગાયત્રી પરીવારના ધ્રુવીબેન પટેલ એ વિશાળ સંખ્યામા ઉપસ્થીત યુવાન મહીલાઓને રાત્રીના વિડીયો-શો દ્રારા ગર્ભાધાન સંસ્કાર અને તેના મહત્વ અંગે વિસ્તૃત સમજણ આપી મહિલાઓમા આ અંગે જાગૃતી લાવવા પ્રયત્ન કર્યો હતો. જયારે,તા.૧૬ના રોજ વેદ માતા ગાયત્રી માઁના સાનિધ્યમા ૨૪ કુંડી શ્રી ગાયત્રી મહાયજ્ઞનુ સફળ આયોજન વાંકાનેર સ્થીત શ્રી શકિત પીઠના અશ્ર્‌વીનભાઈ રાવલના આચાર્ય પદે યોજાયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.