રાજીવ અને ચારુએ સાથે મળીને કરી હોળીની ઉજવણી

મુંબઇ, બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેન અને ભાભી ચારુ અસોપા સોશિયલ મીડિયા પર ઘણાં સક્રિય રહે છે. થોડા મહિનાથી એવી અટકળો ચાલી રહી હતી કે રાજીવ અને ચારુ વચ્ચે કંઈક મતભેદ ચાલી રહ્યા છે. પરંતુ રાજીવ સેન અને ચારુ અસોપા તરફથી આ બાબતે કોઈ જવાબ આપવામાં નહોતા આવ્યો.
અટકળો એટલી વધી ગઈ હતી કે તેમના છૂટાછેડા સુધીની ચર્ચા શરુ થઈ ગઈ હતી. આ દરમિયાન રાજીવ સેન દ્વારા સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરવામાં આવી છે, જે જાેઈને લોકોની બોલતી બંધ થઈ જશે. આ તસવીરમાં રાજીવની સાથે પત્ની ચારુ અસોપા અને દીકરી જણાઈ રહ્યા છે. આ તસવીર પોસ્ટ કરીને રાજીવ સેને લખ્યું કે, જિયાનાની પ્રથમ હોળી મમ્મી અને ડેડી સાથે.
તમામ લોકોને હોળીની શુભકામનાઓ. પ્રેમ અને પ્રકાશ. પરિવારને લાંબા સમય પછી આ પ્રકારે એકસાથે જાેઈને ફેન્સ ઘણાં ખુશ થયા છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ચારુ અને રાજીવ અલગ અલગ ફોટો પોસ્ટ કરતા રહેતા હતા. ચારુ અત્યાર સુધી પોતાના મુંબઈના ઘરે હતી અને તાજેતરમાં જ તેણે દીકરી ઝિયાના સાથે ધુંડ પૂજાની ઉજવણી કરી હતી.
તેણે દીકરી સાથે ફૂલોની હોળી રમતાં તસવીરો પણ પોસ્ટ કરી હતી. ચારુ અને રાજીવ અલગ અલગ પ્રવાસ કરી રહ્યા હતા. બન્ને અલગ અલગ સ્થળની તસવીરો શેર કરી રહ્યા હતા. આ તસવીરો જાેઈને લોકો વિચારી રહ્યા હતા કે ફરી એકવાર તેમના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું હશે.
કપલના નજીકના એક સૂત્રએ તેમની વચ્ચે ચાલી રહેલા મતભેદોની પૃષ્ટિ પણ કરી હતી. રાજીવ સેનનો સંપર્ક કરવામાં આવ્યો તો તેણે આ બાબતે કોઈ જવાબ નહોતો આપ્યો. ચારુ અસોપાએ જણાવ્યુ હતું કે, હું હવે મુંબઈ પાછી આવી ગઈ છું પરંતુ આ બાબતે કોઈ કમેન્ટ કરવા નથી માંગતી. જાે કે હવે આજની હોળીની ઉજવણીની તસવીરો જાેઈને લાગી રહ્યું છે કે આ દંપતીએ પોતાના મતભેદો દૂર કરીને સાથે રહેવાનો ર્નિણય લઈ લીધો છે. રાજીવ સેન અને ચારુ અસોપા વચ્ચે કંઈક ઠીક ન હોવાનું આ પહેલીવાર નથી.
દીકરીના જન્મ પહેલા પણ, ચારુ અને રાજીવ વચ્ચે મતભેદ થયા હતા. રાજીવ ઘર છોડીને દિલ્હી જતો રહ્યો હતો જ્યારે ચારુ લોકડાઉન દરમિયાન મુંબઈ સ્થિત ઘરે એકલી રહેતી હતી. ચારુ અસોપાએ પતિ પર તેને ખરાબ સમયમાં એકલી છોડીને જતા રહેવાનો પણ આરોપ લગાવ્યો હતો.SSS