હાથમાં હાથ પરોવી રેડ કાર્પેટ પર વિકી-કેટરીનાએ મારી એન્ટ્રી
મુંબઇ, રાજસ્થાનમાં ડિસેમ્બર, ૨૦૨૧માં શાહી લગ્ન કર્યા ત્યારથી જ વિકી કૌશલ અને કેટરીના કૈફ ચર્ચામાં રહે છે. વિકી અને કેટરીનાના લગ્નને ત્રણ મહિના થઈ ગયા છે અને તેઓ ભાગ્યે જ એક-બેવાર સાથે જાેવા મળ્યા છે. પરંતુ હાલમાં જ્યારે બંને પહેલીવાર સાથે રેડ કાર્પેટ પર આવ્યા ત્યારે ત્યાં હાજર દરેક લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું હતું.
ગુરુવારે રાતે ધર્મા પ્રોડક્શનના અપૂર્વ મહેતાના બર્થ ડે પર પર ગ્રાન્ડ પાર્ટી યોજાઈ હતી. જેમાં વિકી કૌશલ અને કેટરીના કૈફે એકબીજાનો હાથ પકડીને એન્ટ્રી મારી હતી અને કેમેરા સામે પોઝ પણ આપ્યા હતા. બ્લૂ કલરના શોર્ટ ડ્રેસમાં કેટરીના હંમેશાની જેમ ગોર્જિયસ લાગતી હતી તો વિકી ઓલ-બ્લેક આઉટફિટમાં સોહામણો લાગી રહ્યો હતો.
સોશિયલ મીડિયા પર વિકી કૌશલ અને કેટરીના કૈફની તસવીરો વાયરલ થતાં જ ફેન્સે ખૂબ પ્રેમ વરસાવ્યો હતો અને તેમની જાેડીના વખાણ કર્યા હતા. એક યૂઝરે લખ્યું હતું ‘તેઓ આટલા હોટ કેમ છે?’, તો એક યૂઝરે લખ્યું હતું ‘OMG #VicKat પહેલીવાર સાથે, તેઓ સ્ટનિંગ લાગી રહ્યા છે’. વિકી કૌશલ અને કેટરીના કૈફે ૯ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ રાજસ્થાનના સિક્સ સેન્સિસ ફોર્ટ બરવાડામાં પરિવારજનો અને અંગત મિત્રોની હાજરીમાં સાત ફેરા લીધા હતા.
લગ્નના બીજા જ દિવસે તેઓ હનીમૂન માટે માલદીવ્સ ગયા હતા. ટૂંકા બ્રેક બાદ બંનેએ તરત જ કામ શરૂ કરી દીધું હતું. વર્ક ફ્રંટની વાત કરીએ તો, વિકી કૌશલ પાસે મેઘના ગુલઝારની ફિલ્મ ‘શામ બહાદુર’ છે, આ સિવાય તેણે લક્ષ્મણ ઉટેકરની સારા અલી ખાન સાથેની અનટાઈટલ્ડ ફિલ્મનું શૂટિંગ પણ થોડા સમય પહેલા જ આટોપ્યું છે. તે ફિલ્મ ‘ગોવિંદા મેરા નામ’માં પણ જાેવા મળશે, જેમાં તેની ઓપોઝિટમાં ભૂમિ પેડનેકર અને કિયારા અડવાણી છે. તદ્ઉપરાંત આદિત્ય ધરની ફિલ્મ ‘ધ ઈમોર્ટલ અશ્વત્થામા’ પણ છે.
બીજી તરફ કેટરીના કૈફની વાત કરીએ તો, તે સલમાન ખાન અને ઈમરાન હાશ્મી સાથે ‘ટાઈગર ૩’માં જાેવા મળશે. તેની પાસે અલી અબ્બાસ ઝફરની સુપરહીરો સીરિઝ, ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી સાથેની ‘ફોન ભૂત’ છે. તે ફરહાન અખ્તરની રોડ ટ્રિપ આધારિત ફિલ્મ ‘જી લે ઝરા’નો પણ ભાગ છે. જેમાં તે પહેલીવાર મ્હ્લહ્લ પ્રિયંકા ચોપરા અને આલિયા ભટ્ટ સાથે કામ કરશે.SSS