Western Times News

Gujarati News

ચીનમાં એક વર્ષથી વધુ સમય બાદ પહેલીવાર બે લોકોના કોરોના સંક્રમણથી મોત થયા

બેઈજિંગ, ચીનમાં એક વર્ષથી વધુ સમય બાદ પહેલીવાર બે લોકોના કોરોના સંક્રમણથી મોત થયા છે. ચીનમાં બે તૃતિયાંશ પ્રાંત કોરોનાના ખુબ જ ચેપી સ્ટેલ્થ ઓમીક્રોન વેરિએન્ટની ઝપેટમાં આવી ગયા છે. જેનાથી લગભગ ૯ કરોડ લોકોને સંપૂર્ણ રીતે કે આંશિક રીતે લોકડાઉનમાં ધકેલી દેવાયા છે. ચીનમાં કોરોનાના નવા કેસ સતત સામે આવી રહ્યા છે.

આ જ કારણ છે કે તેને વુહાન મહામારી બાદ સૌથી મોટું સંક્રમણ ગણાવવામાં આવી રહ્યું છે. તજજ્ઞોએ ચેતવણી આપી છે કે જાે ચીનમાં આ જ પ્રકારે કોરોના વધતો રહ્યો તો તે સમગ્ર દેશને પોતાની ઝપેટમાં લઈ લેશે.

ચીનના નેશનલ હેલ્થ કમિશને શનિવારે જણાવ્યું કે દેશમાં કોરોના વાયરસ સંક્રમણથી બે લોકોના મોત થયા છે. જાન્યુઆરી ૨૦૨૧ બાદથી પહેલીવાર મૃતક સંખ્યામાં વધારો નોંધાયો છે. ચીનમાં કોરોના વાયરસના ઓમીક્રોન વેરિએન્ટથી સંક્રમણના કેસ વધ્યા છે.

કોરોના સંક્રમણથી બે લોકોના મોત ઉત્તર પૂર્વ જિલિન પ્રાંતમાં થયા છે. ત્યારબાદ દેશમાં મૃતકોની સંખ્યા વધીને ૪૬૩૮ થઈ ગઈ છે. ચીનમાં શનિવારે કોરોના સંક્રમણના ૨૧૫૭ નવા કેસ સામે આવ્યા. જે સંક્રમણના સામુદાયિક પ્રસાર સંલગ્ન છે.

કોરોના સંક્રમણના મોટા ભાગના કેસ ચીનના જિલિન પ્રાંતથી સામે આવ્યા છે. સંક્રમણના પ્રસારને રોકવા માટે જિલિન પ્રાંતમાં મુસાફરી પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે અને લોકોને મુસાફરી માટે પોલીસની મંજૂરી ફરજિયાત કરવામાં આવી છે.

ચીનના વુહાન શહેરથી વર્ષ ૨૦૧૯ના અંતમાં ફેલાયેલા સંક્રમણ બાદથી અત્યાર સુધીમાં ૪૬૩૬ લોકોના મોત થયા છે. આ આંકડાને એપ્રિલ ૨૦૨૦માં એકવાર અપડેટ કરાયો હતો.

ચીનની સાથે સાથે દક્ષિણ કોરિયા પણ હાલ કોરોના વાયરસના પ્રકોપ સામે ઝઝૂમી રહ્યો છે. રાજધાની સિયોલમાં કોરોનાના દૈનિક મોતનો આંકડો રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો છે. કોરોનાના એક દિવસમાં રેકોર્ડ ૬૨૧,૦૦૦ થી વધુ નવા કેસ નોંધાયા છે.

નવા કેસમાંથી મોટાભાગના કેસ ઓમિક્રોનના છે. આવામાં કોરિયામાં હોસ્પિટલ અને મેડિકલ સપ્લાયને લઈને લોકોની ચિંતા વધી ગઈ છે. દક્ષિણ કોરિયામાં કોવિડની સ્થિતિ જાેતા શાળા કોલેજાે બંધ કરવાની સલાહ આપવામાં આવી છે.

કોવિડની ભીષણ લહેરનો સામનો કરી રહેલા હોંગકોંગમાં કોરોનથી સંક્રમિત થનારા લોકોની કુલ સંખ્યા ૧૦ લાખ પાર પહોંચી ગઈ છે. મહામારીની આ લહેરમાં ચીનની અપેક્ષાએ હોંગકોંગમાં વધુ લોકોના મોત થયા છે. હોંગકોંગના સ્વાસ્થ્ય અધિકારીઓના જણાવ્યા મુજબ શુ્‌કવારે નવા ૨૦,૦૭૯ કેસ નોંધાયા.

ત્યારબાદ શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧૦,૧૬,૯૪૪ થઈ ગઈ. હોંગકોંગ પાછા ફરનારા નાગરિકો માટે ૧૪ દિવસ સુધી આઈસોલેશનમાં રહેવું ફરજિયાત છે તથા શાળા કોલેજાે, જીમ, સમુદ્ર તટો અને અન્ય સ્થળોને બંધ કરવાના આદેશ અપાયા છે.

ઈટલીની રાજધાની રોમમાં ગુરુવારે કોરોનાના ૭૯,૮૯૫ નવા કેસ નોંધાયા. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે શુક્રવારે ૭૨,૫૬૮ કેસ નોંધાયા અને ૧૨૮ લોકોના મોત પણ થયા. વર્ષ ૨૦૨૦માં બ્રિટન બાદ યુરોપમાં બીજાે સૌથી વધુ પ્રભાવિત દેશ કોઈ હોય તો તે ઈટલી હતો. અહીં પ્રતિદિન દસ લાખ સુધી કેસ નોંધાતા હતા. ઈટલીમાં અત્યાર સુધીમાં ૧૩.૬૫ મિલિયન કેસ નોંધાયા છે. એકવાર ફરીથી કોરોના વધતા લોકોમાં ચિંતા વધી છે.

જર્મનીની રોગ નિયંત્રણ એજન્સીએ છેલ્લા ૨૪ કલાકમાં ૨૯૪,૯૩૧ નવા કેસ નોંધ્યા છે. રોબર્ટ કોચ ઈન્સ્ટિટ્યૂટે કહ્યું કે ૨૭૮ લોકોના કોરોનાથી મોત થયા છે. જે મહામારીની શરૂઆત બાદ કુલ મોતનો આંકડો વધીને ૧૨૬,૪૨૦ થયો છે. અહીં કોરોનાના નવા કેસમાં વધારો જાેવા મળી રહ્યો છે. જેના પગલે લોકોને માસ્ક પહેરવાની અને સ્ટેડિયમમાં દર્શકોને મર્યાદિત કરવાની સલાહ પણ અપાઈ છે.

આ ઉપરાંત જર્મનીમાં કોરોના વાયરસ હોટસ્પોટમાં પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે જેથી કરીને કોરોનાને આગળ વધતો રોકી શકાય.
એએફપીનું એક અનુમાન જણાવે છે કે ફ્રાન્સ, ઈંગ્લેન્ડ અને ઈટલીમાં ગત અઠવાડિયાની અંદર કેસમાં ૩૦ ટકાથી વધુનો વધારો જાેવા મળ્યો છે. વિશ્વ આરોગ્ય સંગઠને કહ્યું કે કોરોના આંકડામાં આ ઉછાળો ટિપ ઓફ ધ આઈસબર્ગ છે. કોરોનાની તાજી લહેર પાછળ આ કારણ પણ ગણાવ્યા છે.

સ્ટેલ્થ ઓમિક્રોન- ઓમિક્રોનનો એક સ્ટેલ્થ સબ વેરિએન્ટ સામે આવ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ચીનમાં વધતા કોરોના પાછળ આ કારણ હોઈ શકે છે. મ્છ.૨ કહેવાતો આ સબ વેરિએન્ટ સ્પાઈક પ્રોટીનમાં અનેક પ્રમુખ મ્યૂટેશન્સ નથી જેના કારણે તે રેપિડ પીસીઆર ટેસ્ટ્‌સની પકડમાં આવતો નથી. ઉૐર્ં એ કહ્યું કે હાલ મ્છ.૨ અંગે કોઈ પણ મત બનાવવો ઉતાવળ હશે. તે પોતાના પેરેન્ટ સ્ટ્રેનથી વધુ ગંભીર લક્ષણ આપતો નથી. ચિંતા એ પણ છે કે મ્છ.૧ અને મ્છ.૨ મિક્સ થઈને નવો સબ વેરિએન્ટમાં ફેરવાઈ શકે છે. ઈઝરાયેલમાં આવા બે કેસ સામે આવી ચૂક્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.