Western Times News

Gujarati News

એવું તે શું થયું કે, દિલ્હીથી દોહા જઈ રહેલી ફ્લાઈટનું કરાચીમાં કરાયું ઈમરજન્સી લેન્ડિંગ

કતાર એરવેઝનીફ્લાઈટ દિલ્હીથી દોહા જઈ રહી હતી. ઉડાણ દરમિયાન તેમાં કઈક ટેક્નિકલ ખામી સર્જાતા ફ્લાઈટને પાકિસ્તાનના કરાચી ડાઈવર્ટ કરાઈ. કરાચી એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડિંગ થઈ છે. વિમાનમાં 100થી વધુ મુસાફરો સવાર હતા. આ ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. Qatar Airways QR579 diverted to Pakistan (Karachi) airport due to technical reasons. The flight was scheduled from Delhi to Doha. Over 100 passengers on board.

કતાર એરવેઝે જાણકારી આપી છે કે 21 માર્ચના રોજ દિલ્હીથી દોહા માટે ફ્લાઈટ ને કરાચી તરફ વાળવામાં આવી. કારણ કે કાર્ગો હોલ્ડમાં ધૂમાડાના સંકેત મળ્યા હતા જેથી ઈમરજન્સી જાહેર કરવામાં આવી. વિમાન કરાચીમાં સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું છે. જ્યાં તેને ઈમરજન્સી સેવાઓ મળી અને મુસાફરોને વિમાનમાંથી નીચે ઉતારી લેવાયા છે.

આ ઘટનાની હાલ તપાસ ચાલુ છે અને મુસાફરોને દોહા લઈ જવા માટે એક અન્ય ઉડાણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કતાર એરવેઝ તરફથી કહેવામાં આવ્યું છે કે અમે અમારા મુસાફરોને થયેલી અસુવિધા માટે માફી માંગીએ છીએ. જેમના આગળના ટ્રાવેલ પ્લાનમાં મદદ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.