બીઆરટીએસમાં હાઉસ કીપિંગ કામગીરી પાછળ વર્ષે અઢી કરોડનું થતું આંધણ
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.માં પારદર્શક વહીવટ થતો હોવાના દાવા વચ્ચે બી.આર.ટી.એસમાં હાઉસ કીપીગ કામગીરી પાછળ વર્ષે અઢી કરોડનું આંધણ કરવામાં આવી રહયું છે. દસ વર્ષથી આ કામગીરી માત્ર બે એજન્સીના કોન્ટ્રાકટરોને નવું ટેન્ડર બહાર પાડયા વગર અપાઈ રહી છે.
આ મામલે વીજીલન્સે તપાસ કરવા વિપક્ષ તરફથી માંગ કરવામાં આવી છે. મ્યુનિ.હસ્તકની જનમાર્ગ લીમીટેડ દ્વારા વર્ષ-ર૦૧રમાં હાઉસ કીપીગ કામગીરી માટે હેત ચીન્ટ અને શકિત સેનેટરી માટે હેત ચીન્ટ અને શકિત સેનેટરી એન્ડ હેલ્થ નામની બે કંપનીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો.
વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે કરેલા આક્ષેપ મુજબ જે તે સમયે ત્રણ વર્ષ માટે આપવામાં આવેલી કામગીરી બાદ જનમાર્ગ તરફથી આ કામગીરી અંગે નવુ કોઈ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું નથી આ જ બે કંપનીઓને દર મહિને વીસ લાખ રૂપિયા અને વર્ષે અઢી કરોડ જેટલી રકમ ચૂકવવામાં આવે છે. આમ છતાં બી.આર.ટી.એસ. કે. બસ શેલ્ટરો ઉપર સફાઈનું જે સ્તર જળવાયું જાેઈએ કે જળવાતું નથી. જનમાર્ગમાં આચરવામાં આવતો ભ્રષ્ટાચાર બહાર ના આવે એ માટે વિપક્ષનેતાની બાદબાકી કરવામાં આવી છે.