રાજ્યમાં હક્કપત્રક નોંધોના પ્રશ્નના ઝડપથી હકારાત્મક નિકાલ માટે મહેસૂલ વિભાગ કટિબદ્ધ: મહેસૂલ મંત્રી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/02/Rajendra-Trivedi-1024x576.jpg)
સુરત, મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ જણાવ્યુ હતું કે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીએ મહેસૂલી કામગીરીને ડિજિટાઇઝ કરવાનો પ્રયત્ન કર્યો. જેનાથી પારદર્શકતા વધવાની સાથોસાથ સાચા માણસને ન્યાય મળેલ છે.
રાજયભરની મોટાભાગની મહેસૂલી સેવાઓ ડિજિટાઇઝ થયેલ છે જે i-ORa પોર્ટલ થકી કાર્યરત છે, જેના દ્વારા પ્રશ્નોનો ત્વરિત નિકાલ થઈ જાય છે અને નાગરિકોના સમય નાણાંની બચત થાય છે.
આજે વિધાનસભા ખાતે સુરત જિલ્લામાં હક્કપત્રક નોંધોના નિકાલ અંગેના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે હકકપત્રક નોંધો ઓનલાઇન કરી છે જેમાં વિવિઘ જાેગવાઇઓ અનુસાર ઘટતી કાર્યવાહી કરવાની હોય છે. નોંધોની મંજૂરી અંગેના કિસ્સામાં કોઇ વાંધો હોય તો પ્રથમ સંબંધિત પ્રાંત અઘિકારીને અરજી કરવી, પ્રાંત અધિકારીને વાંધો જણાય તો સંબંધિત કલેક્ટરશ્રીને અરજી કરવી, કલેકટરના ર્નિણય સામે પણ વાંધો જણાય તો સચિવ, વિવાદને અરજી કરીને વાંધા સૂચનો રજૂ કરી શકાય છે.
મહેસૂલ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે સુરત જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં વિવિધ ૬૨,૫૯૧ નોંધો પાડવામાં આવી છે. જે પૈકી ૫૨,૨૧૪ નોંધો મંજૂર કરી છે. જ્યારે ૧૬૯૬ નોંધો નામંજૂર કરાઇ છે.
નામંજૂર કરવાના કારણો જાેઇએ તો ખેડૂત ખાતેદારના પુરાવા રજૂ થયેલ ન હોવાથી, વારસાઈ કેસમાં મરણ દાખલા, પેઢીનામું ન હોવાથી, કોર્ટ કેસ ચાલતો હોય અને મનાઈ આપેલ હોવાથી તથા ક્ષેત્રફળમાં વિસંગતતા હોવાથી– વગેરે જેવાં વિવિધ કારણોસર આ નોંધો મંજૂર કરાઇ નથી.
સુરત જિલ્લામાં તા.૩૧/૧૨/૨૦૨૧ની સ્થિતિએ ૮૬૮૧ હકકપત્રક નોંધનો નિકાલ બાકી છે. તે પૈકી ત્રણ માસની અંદર તકરારી સિવાયની ૪૭ નોંધ અને તકરારી ૧૫૩ જેટલી નોંધ બાકી છે. છેલ્લાં ત્રણ માસમાં મહેસૂલ વિભાગ દ્વારા નોંધ નિકાલની કામગીરીમાં વિશેષ વેગ પકડવામાં આવ્યો છે. મહેસૂલ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ મહેસૂલી મેળાઓના કારણે મહેસૂલી તંત્રની કામગીરીમાં ગતિ આવી છે અને પ્રજાલક્ષી અભિગમથી મહેસૂલી પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવે છે.HS