ICAIના નવા પ્રેસિડેન્ટ દેબાશિષ મિત્રા, વા. પ્રેસિડેન્ટ અનિકેત તલાટી
અમદાવાદ, ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા(આઈસીએઆઈ)ની કાઉન્સિલે વર્ષ ૨૦૨૨-૨૩ની ટર્મ માટે નવા પ્રેસિડેન્ટ અને વાઈસ પ્રેસિડેન્ટની પસંદગી કરી છે. ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાએ તારીખ ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૨થી પ્રેસિડેન્ટ તરીકે સીએ. (ડો.) દેબાશિષ મિત્રાની તથા વાઈસ પ્રેસિડેન્ટ તરીકે સીએ. અનિકેત સુનિલ તલાટીની નિમણૂક કરી છે.
આઇસીએઆઈ દેશનાં વિકાસ અને સર્વસમાવેશક વૃદ્ધિ માટેની પહેલોમાં ભાગીદારી કરી રહી છે તથા વિઝન ૨૦૩૦માં કલ્પના કરવામાં આવેલા ઉદ્દેશો હાંસલ કરવાનો તથા હિતધારકો અને નિયમનકારોની અપેક્ષાઓ સાથે આકાંક્ષાઓને અનુરૂપ બનાવવાનો ઉદ્દેશ ધરાવે છે. આઇસીએઆઈ એક્શન પ્લાન ૨૦૨૨-૨૩ આઇસીએઆઈનાં વિઝનને હાંસલ કરવા તરફની સફરમાં માર્ગદર્શન આપશે તથા આ સંબંધમાં વિવિધ પગલાં લેશે.
સંસ્થા તેના સભ્યો દ્વારા આપવામાં આવતી એસ્યોરન્સ સર્વિસિસની ગુણવત્તા સુધારવા તરફ સતત કામ કરે છે. પીઅર રિવ્યુ આ પ્રકારની જ એક પહેલ છે, જેના પર આઇસીએઆઈ તેના સભ્યો દ્વારા પ્રદાન કરવામાં આવતી એસ્યોરન્સ સર્વિસિસની ગુણવત્તામાં સુધારો કરવા માટે ખંતપૂર્વક કામ કરી રહી છે.
જેનો અમલીકરણ ૧ એપ્રિલ, ૨૦૨૨ થી તબક્કાવાર રીતે શરૂ થશે અને ભારત અથવા વિદેશમાં ઇક્વિટી અથવા ડેટ સિક્યોરિટીઝનુંલિસ્ટિંગ ધરાવતી કંપનીઓનું વૈધાનિક ઓડિટ કરતા પ્રેક્ટિસ યુનિટ્સ (કંપનીઓ) પર તે પહેલાં લાગુ થશે. આગામી ત્રણ વર્ષ દરમિયાન, તેમાં સ્ટોક એક્સચેન્જાેમાં લિસ્ટેડ કંપનીઓ સિવાયની કંપનીઓને એસ્યોરન્સસર્વિસિસ પૂરી પાડતી કંપનીઓને આવરી લેવામાં આવશે, જેમાં સરકારી બેંકોની શાખાઓનું ઓડિટ કરતી કંપનીઓનો પણ સમાવેશ થાય છે.
એમએસએમઇ અને સ્ટાર્ટઅપની ક્ષમતા નિર્માણમાં વધારો કરવા આઇસીએઆઈએ તેમનાં માટે ત્રણ અતિ મહત્ત્વપૂર્ણ પહેલો શરૂ કરી છેઃ આઇસીએઆઈ એમએસએમઇ એક્સચેન્જ, આઇસીએઆઈ એમએસએમઇ એમએસએમઇ પોર્ટલ અને સર્ટિફિકેટ કોર્સ ઓન એમએસએમઇ.
રાષ્ટ્રનિર્માણ અને વિદ્યાર્થીઓને સશક્ત બનાવવામાં સાચા ભાગીદાર તરીકે યોગદાન આપવાના પોતાના મિશનને આગળ વધારતા આઇસીએઆઈની કાઉન્સિલે કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના વિદ્યાર્થીઓ માટે તથા પૂર્વોત્તર રાજ્યો માટે સીએ કોર્સના તમામ સ્તર માટે રજિસ્ટ્રેશન કોર્સ ફીની ૭૫ ટકા ફી માફ કરવાના પોતાના અગાઉના ર્નિણયને ૩૧ માર્ચ,૨૦૨૫ સુધી લંબાવી દીધો છે. આ ઉપરાંત આંદામાન અને નિકોબાર ટાપુઓ પરથી પણ રજિસ્ટ્રેશન કરાવનાર વિદ્યાર્થીઓને ઉપરોક્ત ફીમાં છૂટ ૪ ફેબ્રુઆરી, ૨૦૨૨થી વધારવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.SSS