ભારતમાં યુઝ-કાર બજારમાં સૌથી વધુ પસંદગીના મોડલ્સ –ડિઝાયર, ઇકો અને અર્ટિગા
– મારુતિ, મહિન્દ્રા અને હુન્ડાઈ ત્રણ સૌથી વધુ પસંદગીની બ્રાન્ડ છે
– લક્ઝરી બ્રાન્ડ વચ્ચે ઓડી, મર્સિડિઝ અને લેન્ડ રોવર માટેની માગ ઊંચી જળવાઈ રહી
– સમગ્ર દેશમાં વપરાશ થયેલી ક્રેટા માટેની માગમાં ઝડપથી વધારો થયો
મુંબઈ, જ્યારે યુઝ કાર બજારમાં ટોપ-3 લોકપ્રિય મોડલ્સ સ્વિફ્ટ ડિઝાયર, ઇકો અને અર્ટિગા હતા, ત્યારે સમગ્ર દેશમાં વપરાશ થયેલી ક્રેટા માટેની માગ ઝડપથી વધી હતી એવું તારણ લેટેસ્ટ જસ્ટ ડાયલ કન્ઝ્યુમર ઇનસાઇટ્સમાંથી મળ્યું હતું.
જસ્ટ ડાયલ કન્ઝ્યુમર ઇનસાઇટ્સ સૂચવે છે કે, દેશની લેટેસ્ટ ઓટોમોબાઇલ ઉત્પાદક મારુતિ સુઝુકી ટોપ-10 સૌથી વધુ પસંદગીની કારમાં આઠ મોડલ સ્થાન ધરાવે છે. ટોપ-10માં એક-એક મોડલ સાથે હુન્ડા અને ટાટા અન્ય બે સૌથી વધુ પસંદગીની બ્રાન્ડ છે. સ્વિફ્ટ ડિઝાયર, ઇકો અને અર્ટિગા ઉપરાંત ટોપ-10માં સામેલ અય મોડલ્સ વેગન આર, સ્વિફ્ટ, ક્રેટા, બ્રીઝા, બલેનો, નેક્સન અને અલ્ટો 800 સામેલ છે.
ટિઅર-1 શહેરોમાં દિલ્હી, મુંબઈ અને પૂણેમાં સ્વિફ્ટ ડિઝાયર, ઇકો અને અર્ટિગા માટે મહત્તમ માગ જોવા મળી હતી. ટિઅર-2 શહેરોમાં લખનૌ, ઇન્દોર અને જયપુરમાં ડિઝાયર માટેની સૌથી વધુ સર્ચ જોવા મળી હતી, તો નાશિક, વડોદરા અને સુરતમાં ઇકોની તેમજ જયપુર, નાગપુર અને મૈસૂરમાં અર્ટિગા માટેની સૌથી વધુ સર્ચ જોવા મળી હતી.
ભારતનું યુઝ કાર બજાર ડિજિટલ માધ્યમો થકી વધી રહ્યું છે, કારણ કે ગ્રાહકો અને વિક્રેતાઓ ટ્રેડિંગ માટે ડિજિટલ પ્લેટફોર્મ્સ પસંદ કરી રહ્યાં છે તથા જસ્ટ ડાયલ કન્ઝ્યુમર ઇનસાઇટ્સમાં ખુલાસો થયો હતો કે, સમગ્ર ભારતમાં સર્ચમાં વાર્ષિક ધોરણે 129 ટકાની વૃદ્ધિ થઈ હતી.
આ પ્રવાહો પર ટિપ્પણી કરતાં જસ્ટ ડાયલના સીએમઓ શ્રી પ્રસૂન કુમારે કહ્યું હતું કે: “ઝડપી ડિજિટાઇઝેશનથી ભારતના યુઝ કાર પ્લેટફોર્મની વૃદ્ધિને વેગ મળ્યો છે. અમે શ્રેષ્ઠ મેચ-મેકિંગ ગ્રાહકોને પ્રદાન કરવા અમારી બિડમાં યુઝ કાર ડિલર્સ અને વિક્રેતાઓના વિશ્વસનિય ડેટા સાથે અમારા પ્લેટફોર્મનું વિસ્તરણ કર્યું છે.
એના પરિણામે ટિઅર-1 શહેરોમાં સર્ચમાં વાર્ષિક ધોરણે 63 ટકાનો વધારો થયો છે તથા ટિઅર-2 શહેરો અને નગરોમાં 71 ટકાનો વધારો થયો છે. આગળ જતાં ડિજિટલ યુઝ કાર માર્કટેમાં વિશ્વસનિય સેલ્સ ચેનલ બનશે, જે અંદાજે 32.14 અબજ ડોલરનો ઉદ્યોગ છે.”
યુઝ કાર બજારોમાં સૌથી વધુ પસંદગીની ટોપ-10 બ્રાન્ડ છે – મારુતિ સુઝુકી, મહિન્દ્રા, હુન્ડાઈ, ટોયોટા, ટાટા, હોન્ડા, રેનો, ઓડી, ફોક્સવેગન અને ફોર્ડ. ઓડિ ઉપરાંત અન્ય લક્ઝરી બ્રાન્ડ મર્સિડિઝ, લેન્ડ રોવર અને જગુઆરની માગ જળવાઈ રહી હતી. મુંબઈમાં લક્ઝરી કાર માટેની ઊંચી માગ જળવાઈ રહી હતી અને ટિઅર-1 શહેરોમાં લખનૌ, લુધિયાણા અને ચંદીગઢમાં આ બ્રાન્ડ્સ માટે સૌથી વધુ સર્ચ જોવા મળી હતી.
જ્યારે મુંબઈમાં મહિન્દ્રા, હુન્ડાઈ, હોન્ડા, રેનો, ટાટા અને ફોક્સવેગન માટે મહત્તમ માગ જોવા મળી હતી, ત્યારે દિલ્હીમાં મારુતિ સુઝુકી અને ઓડી તથા બેંગાલુરુમાં ફોર્ડ માટે મહત્તમ માગ જોવા મળી હતી. ટિઅર-2 શહેરોમાં નાગપુર, નાશિક, ગૌહાટી, પટણા, જયપુર, લખનૌ અને ચંદીગઢના શહેરોમાં આ તમામ બ્રાન્ડ માટે ઊંચી માગ જોવા મળી હતી.