સુરતમાં યુવકની હત્યા કરનાર આરોપીને ઝડપી પડાયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/09/Arrested-scaled.jpeg)
સુરત, સુરતના ઓલપાડ તાલુકાના દિહેણ ગામે ધુળેટીના દિવસે ખેલાયેલા ખૂની ખેલમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ યુવકની હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. ત્યારે કયા કારણોસર યુવકની હત્યા કરવામાં આવી હતી તે અંગે હાલ પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી છે.
૧૮ માર્ચ ધુળેટીના દિવસે ઓલપાડ તાલુકાના દિહેણ ગામના બસ સ્ટેન્ડમાંથી અજાણ્યા યુવકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં હત્યાની ઘટનાને લઇને પોલીસ દ્વારા મૃતકની ઓળખ હાથ ધરવામાં આવી હતી. જે બાદ પોલીસ તપાસમાં મૃતકનું નામ ચેનત રમેશભાઈ પટેલ અને સુરત શહેરમાં રહેતો હોવાનું સામે આવ્યું હતું.
તેમજ ચેતન પોતાની પત્ની સાથે દિહેણ ગામ મજૂરી કામે આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે હત્યારાને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે બાતમીના આધારે હત્યારા રમેશ ડાહ્યા દામોરને સુરત શહેરના રામનગર ચોકડી નજીકખી ઝજપી લીધો હતો.
પોલીસે હત્યારા રમેશ ડામોરની કડક પૂછપરછ કરતા તેને ગુનો કબુલ કર્યો હતો. આરોપીએ જણાવ્યું હતું કે, મૃતક ચેતન પટેલ સાથે આવેલ મહિલાને તે જાેયા કરતો હતો. જેને લઇને મૃતક ચેતન સાથે તકરાર થઈ હતી. જેથી મોડી રાત્રે દિહેણ ગામના બસ સ્ટેન્ડની અંદર માથામાં બોથર્ડ પથ્થરના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. હાલ તો જિલ્લા પોલીસ ન્ઝ્રમ્/ર્જીંય્ એ હત્યારાને ઓલપાડ પોલીસને હવાલે કર્યો છે.