ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલ, સમરસ હોસ્ટેલ હજુ સુધી શરૂ ન કરાતા વિદ્યાર્થીઓ પરેશાન
(એજન્સી) અમદાવાદ, રાજ્યની જુદી જુદી યુનિવર્સિટીઓ અને કોલેજાેમાં ઓફ લાઈન શિક્ષણ શરૂ થઈગયુ છે. છતાં હજુ સુધી શહેરની સમરસ હોસ્ટેલ અને ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલ શરૂ કરવામાં ન આવતા વિદ્યાર્થીઓને મુશ્કેલી ભોગવવી પડે છે. આ અંગે એનએસયુઆઈ દ્વારા શિક્ષણ મંત્રી સમક્ષ સોમવારે રજુઆત કરવામાં આવી છે.
કોરોના મહામારીના કારણે રાજ્યની તમામ હોસ્ટેલો બંધ કરી દેવામાં આવી હતી. હવે કેસો ઘટતા શોપિંગ મોલ, ટોકીઝ, જીમ, હોટલ, રસ્ટોરન્ટ, સ્વિમીંગ પુલ, શાળા-કોલેજાે, જાહેર મેળાવડાઓ, લગ્ન, ધાર્મિક કાર્યક્રમો સહિતની છૂટ આપી દેવામાં આવી છ.
પરંતુ સમરસ હોસ્ટેલમાં હજુ સુધી વિદ્યાર્થીઓના એડમિશન શરૂ કરવામાં આવ્યા નથી. ગુજરાત યુનિવર્સિટીમાં ૪ર કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલી હોસ્ટેલ તૈયાર થઈ ચુકી હોવા છતાં વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવતા નહોવાથી વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે.
એનએસયુ આઈએ શિક્ષણ મંત્રીને આ મુદ્દે ફરીયાદ કરી છે કે કોરોના મહામારી ના કારણે આર્થિક મહામારીનો સામનો કરતા વિદ્યાર્થીઓએ હોસ્ટેલ ચાલુ ન હોવાના કારણે કોલેજ કે યુનિવર્સિટીની આસપાસમાં ઉંચી રકમ આપીને પી.જી.માં રહેવું પડે છે.
અથવા તો મકાન ભાડે રાખવા પડે છે. સરકાર દ્વારા સમરસ હોસ્ટેલમાં પ્રવેશ આપવામાં આવે છે. અગાઉ કોરોના સમય આ સમરસ હોસ્ટેલમાં કોવિડ દર્દીઓને રાખવા માટેની વ્યવસ્થા કરાઈ હતી. હવે કોરોના મહામારી પૂરી થવાને આરે છે.
સમરસ હોસ્ટેલમાં હવે કોઈ દર્દીઓને રખાતા નથી. આમ, છતાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનુૃ પણ શરૂ કરવામાં આવતુ નથી. યુનિવર્સિટીની પરીક્ષાઓ ચાલે છે. કોલેજાે પણ ઓફલાઈન શરૂ થઈગઈ છે. આ સ્થિતિમાં વિદ્યાર્થીઓને હોસ્ટેલના અભાવે મુશ્કેલીઓ ભોગવવી પડે છે. એનએસયુઆઈ દ્વારા શિક્ષણમંત્રીને આવેદન પત્ર આપીને તાકીદે હોસ્ટેલ શરૂ કરવાની માંગણી કરાઈ છે.