બોર્ડની ધો.૧૦, ૧રની ચાલુ પરીક્ષા વખતે સીસીટીવીનું લાઈવ મોનિટરીંગ કરાશે
(એજન્સી) અમદાવાદ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ર૮ માર્ચથી લેવામાં આવનારી ધો.૧૦ અને ૧રની પરીક્ષા વખતે વર્ગખંડની બહારથી પણ વિદ્યાર્થીઓ પર સતત ચાંપતી નજર રાખવામાં આવશે.
પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે બોર્ડ દ્વારા દર વર્ષે સીસીટીવી હોય એવા વર્ગોમાં જ પરીક્ષા લેવામાં આવતી હોય છે.. પરંતુ આ વખતેતો આ સીસીટીવી- નંુ લાઈવ મોનિટરીંગ પણ કરવાનું નક્કી કરાયુ છે. જેથી પરીક્ષા ચાલતી હશે ત્યારે બહાર બેેઠેલી ટીમ દ્વારા તેનું સતત મોનિટરીંગ કરાશે અને જાે કોઈ વિદ્યાર્થી કોપી કરતો જણાશે તો તાત્કાલિક તેની સામે કોપી કેસ કરવામાં આવશે.
આ માટે દરેક બિલ્ડીંગમાં એક સુપરવાઈઝરની નિમણુંક કરાશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ આ ફૂટેજની સીડીની પણ ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવશે. આમ, વિદ્યાર્થીઓ પર વર્ગખંડમાં ખંડ નિરીક્ષક અને બહારથી લાઈવ મોનિટરીંગ ટીમ સતત નજર રાખશે.
બોર્ડ દ્વારા ધો.૧૦ અને ધો.૧ર ના ૧૪.૯૮ લાખ વિદ્યાર્થીઓ આગામી ર૮ માર્ચથી પરીક્ષા આપશે ત્યારે તેમની પર નજર રાખવા માટે ખંડ નિરીક્ષક ઉપરાંત હવે લાઈવ મોનિટરીંગ ટીમ પણ મેદાનમાં ઉતરશે. આ ટીમ સીસીટીવીના ફૂટેજનું વર્ગખંડની બહાર બેસીને મોનિટરીંગ કરશે અને તેમાં કોઈ વિદ્યાર્થી કોપી કરતા જણાઈ આવશે. તો તેની સામે તાત્કાલિક કોપી કેસ દાખલ કરવામાં આવશે. લાઈવ મોનિટરીંગને લઈને બોર્ડ દ્વારા એકશન પ્લાનમાં પણ જાહેરાત કરવામાં આવી હતી.
સીસીટીવી કેમેરા અને ટેબ્લેટનું રેકોર્ડીૃગ લગભગ તમામ પરીક્ષા કેન્દ્રો પર સુનિશ્ચિત કરવામાં આવેલુ હોવથી તેમનું પરીક્ષા સ્થળ પર લાઈવ વ્યુઈંગ સીસીટીવી સુપરવાઈઝર દ્વારા થાય તે એ માટે જીલ્લા કલેકટરના પરામર્શમાં રહીને ટેકનિકલ સ્ટાફ માટે બીઈ, બીસીએ, એમસીએ, પોલીટેકનિકલ કર્મચારીના નામ મેૃવી દરેક બિલ્ડીંગ ઉપર એક સીસીટીવી સુપરવાઈઝરની વ્યવસ્થા કરવા માટે બોર્ડ દ્વારા જણાવાયુ છે.
સીસીટીવી લાઈવ વ્યુઈંગનું પરીક્ષા સમય દરમ્યાન સમયાંત્તરે સ્થળ સંચાલક તથા સરકારી પ્રતિનિધિ અને સ્કવોર્ડ પ્રતિનિધિએે નિરીક્ષણ કરવાનું રહેશે. તેમ પણ બોર્ડ દ્વારા સુચના અપાઈ છે.