બીએસઈ-એનએસઈએ સિન્ટેક્સ ઈન્ડસ્ટ્રીસના શેરનું ટ્રેડિંગ આખરે સસ્પેન્ડ જ કરી નાખ્યું
મુંબઈ, બીએસઈ અને એનએસઈએ સિન્ટેક્સ ઈન્ડસ્ટ્રીના શેરમાં મંગળવારથી ટ્રેડિંગ સસ્પેન્ડ કરી દીધું છે. તેના કારણે આ શેરના રોકાણકારોની મૂડી ડુબી જાય તેવી શક્યતા છે. બ્રોકર્સે જણાવ્યું હતું કે આ શેરમાં સંપૂર્ણપણે મૂડી ધોવાઈ જાય તેવી શક્યતા હોવા છતાં ટ્રેડર્સ આ કંપનીના શેર ખરીદી રહ્યા હતા તેથી સિન્ટેક્સ ઈન્ડસ્ટ્રીસમાં મંગળવારે કોઈ ટ્રેડિંગ થયું ન હતું. જાેકે, સોમવારે બીએસઈ પર આ કંપનીના ૯.૧ લાખ શેરના સોદા થયા હતા જ્યારે એનએસઈ પર ૫૯ લાખ શેરના સોદા થયા હતા. સોમવારે સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર ૫ ટકા ઘટીને રૂ. ૭.૮૨ પર બંધ થયો હતો.
બીએસઈએ પોતાની નોટિસમાં જણાવ્યું હતું કે “સિન્ટેક્સ ઈન્ડસ્ટ્રીસએ ૨૦ માર્ચ ૨૦૨૨ના રોજ જાહેરાત કરી હતી કે કમિટી ઓફ ક્રેડિટર્સના સભ્યો દ્વારા તેનો રિઝોલ્યુશન પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે. તેમાં જણાવાયું છે કે આ કંપનીની હાલની શેર કેપિટલ ઘટીને શૂન્ય થઈ જશે અને કંપનીને શેરબજારમાંથી ડિલિસ્ટ કરવામાં આવશે.” ઉપરના સંજાેગોને ધ્યાનમાં રાખીને તથા માર્કેટમાં ગરબડ ન થાય તે માટે સિન્ટેક્સ ઈન્ડસ્ટ્રીસના શેરમાં ૨૨ માર્ચથી ટ્રેડિંગ બંધ કરવામાં આવે છે. આ કંપનીની એસેટ્સને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા હસ્તગત કરવામાં આવી રહી છે. તેની સાથે એસેટ કેર એન્ડ રિકન્સ્ટ્રક્શન એન્ટરપ્રાઈઝ લિમિટેડ પણ જાેડાયેલી છે.
સિન્ટેક્સમાં કરેલું રોકાણ સંપૂર્ણપણે ધોવાઈ જાય તેવી શક્યતા હોવા છતાં કેટલાક રોકાણકારો સિન્ટેક્સના શેર ખરીદતા હતા. બ્રોકર્સે આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ગઈકાલે ઝેરોઢાના ચીફ એક્ઝિક્યુટિવ નિતિન કામથે એક ટિ્વટ કરીને જણાવ્યું હતું કે રિઝોલ્યુશન પ્લાન પ્રમાણે રોકાણકારોની સંપૂર્ણ મૂડી ધોવાઈ જવાની છે. છતાં કેટલાક લોકો સિન્ટેક્સના શેર ખરીદે છે જે ચિંતાજનક બાબત છે.
દેવામાં ડુબેલી ટેક્સ્ટાઈલ ઉત્પાદક કંપની સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝને લોન આપનારી સંસ્થાઓએ રિલાયન્સ અને એસીઆરઈની સંયુક્ત બિડ સ્વીકારી હતી. સિન્ટેક્સ હાલમાં ઇનસોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોસેસ હેઠળની કંપની છે. સિન્ટેક્સ ઈન્ડસ્ટ્રીસને વેલસ્પન ગ્રૂપની કંપની ઈઝીગો ટોક્સટાઈલ્સ, જીએચસીએલ, અને હિમાસ્ટિંગકા વેન્ચર્સ તરફથી પણ બિડ મળી હતી.SSS