પિતા સાથે સંબંધ નહિ રાખનાર પુત્ર-પુત્રીને પિતાની મિલકતમાં હક્ક રહેતો નથી: સુપ્રીમકોર્ટ
‘જે મળે છે એનાથી જીવીએ છીએ પણ આપણે જે કંઈ આપીએ છીએ તેનાથી જીવન બને છે’!
સુપ્રીમકોર્ટ કહે છે પિતા સાથે સંબંધ નહિ રાખનાર પુત્ર-પુત્રીને પિતાની મિલકતમાં હક્ક રહેતો નથી જ્યારે મુંબઈ હાઈકોર્ટ કહે છે મિલકત વેચવા માટે સંતાનની સંમતિની જરૂર નથી!!
તસવીર ભારતની સુપ્રીમકોર્ટની છે જ્યારે ડાબી બાજુ ની ઇન્સેટ તસ્વીર સુપ્રીમકોર્ટ ના જસ્ટીસ સંજય કિશન કોલ ની છે જ્યારે બીજી તસવીર જસ્ટીસ શ્રી એમ એમ સુંદરેશ ની છે સુપ્રીમકોર્ટના ન્યાયાધીશો એ એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા કહ્યું છે કે ‘પુત્ર કે પુત્રી જાે તે તેના પિતા સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી રાખ્યો તો તેને પિતાની સંપત્તિ માગવાનો પણ અધિકાર નથી’
આ કેસમાં એક યુવતીએ પોતાના પિતા સાથે કોઈ સંબંધ રાખેલ નથી અને પછી પિતા પાસે અભ્યાસ કરવા પૈસા માંગતા સુપ્રીમ કોર્ટે એવું કહ્યું હતું કે પુત્ર હોય કે પુત્રી જાે તેઓ પિતા સાથે સંબંધ ન રાખે તે તો તેમને પિતા ની મિલકત હક માગવાનો અધિકાર રહેતો નથી,
હા માતા-પિતા ઈચ્છે તો પોતાની આવકમાંથી મદદ કરી શકે જ્યારે બીજાે કાયદો મુંબઇ હાઇકોર્ટના જસ્ટીસ શ્રી ગૌતમભાઈ પટેલ તથા શ્રી માધવભાઈ જામદારની ડિવિઝનલ બેન્ચે પણ એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતા પૂર્વે કોર્ટે અવલોકન કર્યું હતું કે પુત્ર એક વાર પિતાને ડોક્ટર પાસે લઇ ગયા છે? તમે મેડિકલ બિલ ભર્યા છે?
તેવા સવાલ સાથે અદાલતે પુત્રની ઝાટકણી કાઢી હતી એવું પણ કહ્યું હતું કે કોઈપણ સમુદાય કે ધર્મ માટે ઉત્તરાધિકારી કાયદાની કોઈ પણ સંકલ્પ અનુસાર ફ્લેટ પર (મિલકત) પર પુત્ર નો અધિકાર હોઈ શકે નહીં માતા જીવિત છે અને પિતા જીવિત છે તેવા સંજાેગોમાં માતા-પિતા સંપત્તિ વેચવા માંગતા હોય તો તેમાં પુત્રની પરવાનગીની જરૂર નથી.
મુંબઇ હાઇકોર્ટ તથા સુપ્રીમકોર્ટે આપેલા આ ચુકાદો મહત્વપૂર્ણ દિશા નિર્દેશ કરે છે તસવીરમાં ડાબી બાજુ થી મુંબઈ હાઇકોર્ટ જસ્ટીસ શ્રી ગૌતમભાઈ પટેલ અને જસ્ટીસ માધવભાઈ જામદારની છે ( તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા )
સુપ્રીમકોર્ટના જસ્ટિસ સંજયકિશન કોલ અને જસ્ટિસ એમ.એમ. સુંદરેશની બેન્ચનો રસપ્રદ ચુકાદો જ્યારે મુંબઇ હાઇકોર્ટના જસ્ટીસ ગૌતમભાઈ પટેલ અને જસ્ટિસ માધવ જામદારની બેન્ચનો મહત્વપૂર્ણ ચુકાદો!!