ચૌધરી સમાજ અને સજાપુર ટીટીસર ગામની દિકરી MBBS થઈ ગૌરવ વધાર્યુ
મોડાસા તાલુકાનાના ટીટીસર- સજાપુર ગામની પ્રગતિએ એમબીબીએસની પદવી પ્રાપ્ત કરી,ટોપ ટેનમાં આવી ગૌરવ વધાર્યું છે.
આ ગામના શૈલેષભાઇ ધૂળાભાઈ પટેલ તથા સુરેખાબેનની દીકરી પ્રગતિબેન શૈલેષભાઇ પટેલ વડોદરાની એમ.એસ. મેડિકલ કોલેજમાં એમબીબીએસ થઈ ફાઇનલ વર્ષમાં ટોપ ટેનમાં સ્થાન પામીને તબીબ બનીને તેણીએ ચૌધરી સમાજ અને મોડાસા તાલુકો તેમજ સજાપુર ટીટીસર ગામનું ગૌરવ વધાર્યું છે. (તસ્વીરઃ- બકોર પટેલ, મોડાસા)