ધનસુરાના દેવિયા મહાદેવ મંદિરે મહા લઘુરૂદ્ર મહોત્સવ યોજાયો
(પ્રતિનિધિ) બાયડ, ધનસુરા ના દેવિયા મહાદેવ મંદિરે મહા લઘુરૂદ્ર મહોત્સવ યોજાયો હતો સાથે મહાપ્રસાદ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે લોકો એ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વેદમંત્રો ના ઉચ્ચારણા ના શ્રવણ અને દર્શનનો લાભ લીધો હતો.
આ પ્રસંગે રામજી મંદિરના મહંત પ.પૂ.મહામંડલેશ્વર પુરણશરણદાસજી મહારાજ, પરમ પૂજ્ય પરમેશ્વરી દીદી સધી માતા ધનસુરા, મહંત શ્રી હરિરામદાસજી મહારાજ સધી માતા ધનસુરા, જયદેવગીરી મહારાજ વિશ્વકર્મા મંદિર ધનસુરા ઉપસ્થિત રહ્યા હતા તો સ્વ. દેવેન્દ્રગીરી શંકરગીરી ગોસ્વામી પુજારી દેવીયા મહાદેવ મંદિર ધનસુરા ના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા.
જેમાં યજ્ઞાચાર્યશ્રી ગીરીશકુમાર પ્રવિણચંદ્ર ગોર અને ઉપાચાર્યશ્રી મહેશભાઇ ઉમિયાશંકર દવે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે લઘુરૂદ્રના મુખ્ય યજમાન અને લઘુરૂદ્રના સહ યજમાન ઉપસ્થિત રહ્યા હતા અને ગામ લોકો તેમજ આજુબાજુ ના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહા લઘુરૂદ્ર મહોત્સવ અને મહા પ્રસાદ નો લાભ લીધો હતો.
આ સમગ્ર કાર્યક્રમ માં નટુભાઈ પટેલ, હસમુખભાઈ પટેલ, કૃષ્ણકાંતભાઈ ગોર, મનસુખભાઇ ભગત, વસંતભાઈ ચૌહાણ, શશીકાંતભાઈ પાંડે, દીપકભાઈ ગજ્જર, મહેશભાઇ પટેલ, પ્રવીણભાઈ,સુરેશભાઈ પટેલ સહિત અન્ય લોકો જે મંદિર ના જીણોદ્વાર માં મહા લઘુરૂદ્ર મહોત્સવ માં અને મહા પ્રસાદ માં સહભાગી થયા છે
આ તમામ લોકો સહિત ગામલોકો અને દાતાઓના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો. દેવિયા મહાદેવ મંદિર જીર્ણોદ્વાર સમિતિ ધનસુરા અને સમસ્ત ગામ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.