મોડાસામાં પાલિકા સંચાલિત સોલિડ વેસ્ટ સાઈટ બંધ કરવા હાઈકોર્ટનો આદેશ
અરવલ્લી જીલ્લા ન્યાયાલય પાસે કચરો ઠાલવવામાં આવતો હતો
મોડાસા, અરવલ્લી જીલ્લાના મોડાસામાં નગરપાલિકા સંચાલિત સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ સાઈટ બંધ કર્યો છે. જીલ્લા ન્યાયાલય નજીક ડમ્પીગ સાઈટ ચાલતી હતી. જેને લઈને દુર્ગધ આવતા અરવલ્લી જીલ્લા બાર એસોસીએશન તેમજ વકીલો દ્વારા આ અંગે લડત આપવામાં આવી હતી.
જેમાં મોડાસા ખાતે આવેલી જીલ્લા કોર્ટની બાજુમાં પાલીકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. મોડાસા બાયપાસ જીલ્લા ન્યાયાલય નજીક મોડાસા શહેરનો કચરો ઠાલવવામાં આવતો હતો જેને લઈને અરવલ્લી જીલ્લા બાર એસોસીએશન દ્વારા અનેક રજુઆતો કરવામાં આવી હતી.
કલેકટરને આવેદનપત્રો પણ અપાયા હતા. જાેકે યોગ્ય કાર્યવાહી ન થતાં આખરે કોર્ટના દ્વારા ખટખટાવી ન્યાયની માંગ કરવામાં આવી હતી. જયાં નીચલી કોર્ટમાં પણ વકીલ આલમની જીત થઈ અને હાઈકોર્ટમાં પણ જીત થતાં ડમ્પીંગ સાઈટ બંધ કરવા હુકમ કરવામાં આવતા વકીલ આલમમાં ખુશી પ્રસરી છે. તો બીજી બાજુ મોડાસા નગર પાલીકાના પ્રમુખ જલ્પાબેન ભાવસારનું કહેવું છે કે, ધન કચરાના નિકાલ માટે પાલિકાનું ડમ્પીટ સાઈટ કાર્યરત હતું જયાંથી દુર્ગધ આવવાને કારણે કોર્ટ કેસ ચાલતો હતો.
પાલિકા હાઈકોર્ટના ચુકાદાને આવકારે છે. અને હાલ પુરતું ડમ્પીગ સાઈટમાં કચરો ઠાલવવાનું બંધ કરી દેવાયું છે. કલેકટર દ્વારા જે જમીન ફાળવવામાં આવી છે. ત્યાં આગામી સમયમાં કચરો ખાલી કરીશું, અને હાલ જે ડમ્પીગ સાઈટ પર કચરો છે તેનું પ્રોસેસીગ કરીને જગ્યા ખાલી કરી દેવાશે.
આ સાથે જ અરવલ્લી જીલ્લા સીનીયર એડવોકેટ હીરાભાઈ પટેલનું કહેવું છે કે, જીલ્લા ન્યાયાલયની બાજુમાં ગંદકીના ડુંગરો ઉભા કર્યા છે. જેને કારણે વાતાવરણ પ્રદુષીત થઈ રહયા છે. તાત્કાલીક અસરથી ડમ્પીગ સાઈટ ખાલી કરવું જરૂરી છે. જાે પાલીકા દ્વારા તાત્કાલીક ડમ્પીગ સાઈટ ખાલી કરવામાં નહીં આવે તો કોર્ટથી ઓર્ડર કરાવવાની ફરજ પડશે.
પાલીકાનું કહેવું છે કે, ટેન્ડરીંગ પ્રક્રિયા કરીને હાલની ડમ્પીગ સાઈટ પરનો કચરો ખાલી કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવશે, તો બીજી બાજુ વકીલ આલમ દ્વારા તાત્કાલીક કચરાનો નિકાલ કરવા માટે તાકીદ કરવામાં આવી છે. પાલીકા કયારે ટેન્ડરીંગ પ્રક્રિયા કરીને ડમ્પીગ સાઈટ ખાલી કરે છે, હાલ તો ન્યાયાલયની નજીક દુર્ગધનો પ્રશ્ન તો ઠેરનો ઠેર રહેશે.