Western Times News

Gujarati News

૨૦૨૦માં ઇદ અવસર પર સલમાનની રાધે રિલિઝ થશે

મુંબઇ, બોલિવુડના દબંગ સ્ટાર સલમાન ખાનના ચાહકો માટે સારા સમાચાર છે. કારણ કે સલમાન ખાનની વધુ એક ફિલ્મ ઇદ-૨૦૨૦ પર રજૂ કરવામાં આવનાર છે. આને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ફિલ્મ ઈન્ડિયા મોસ્ટ વોન્ટેડ કોપ રાધેમાં નજરે પડનાર છે. એમ કહેવામાં આવે છે કે આ ફિલ્મનુ શુટિંગ ચોથી નવેમ્બરના દિવસે હાથ ધરવામાં આવનાર છે. આના સંબંધમાં એક ફોટો જારી કરવામાં આવી રહ્યો છે. જેનાથી અંદાજ લગાવવામાં આવ્યો છે કે આ ફિલ્મ ઇદ ૨૦૨૦ના અંત સુધી રજૂ કરવામાં આવનાર છે. બોલિવુડના સિનેમાટોગ્રાફર અયાનનકા બોસ દ્વારા એક ફોટો શેયર કર્યો છે. જેમાં કહેવમાં આવ્યુ છે કે ફિલ્મનુ શુટિંગ શેડ્યુલ જણાવવામાં આવ્યુ છે. આ પોસ્ટની સાથે લખવામાં આવ્યુ છે કે લોક્સ અને લોડેડ કોઇ વ્યક્તિ અંદાજ લગાવી શકાય નહીં કે ફિલ્મનુ નામ શુ રહેનાર છે.

હાલમાં સલમાન ખાન ફિલ્મ દબંગ-૩ ફિલ્મના શુટિંગને લઇને વ્યસ્ત છે. દબંગ-૩ ફિલ્મના નિર્દેશક તરીકે છે. જેમાં પ્રભુ દેવા તરીકે છે. વર્ષ ૨૦૧૭માં આવેલી ફિલ્મની આગામી ફિલ્મ છે. સલમાન ખાન છેલ્લા કેટલાક વર્ષોથી બોલિવુડમાં સૌથી મોટા સ્ટાર તરીકે રહ્યો છે. તેની તમામ ફિલ્મો પૌકી ઓફિસ પર રેકોર્ડ સફવતા હાંસલ કરી રહી છે. જેથી તેના ચાહકો પણ ફિલ્મને લઇને આશાવાદી છે. સલમાનની છેલ્લી ફિલ્મ ભારત રજૂ કરવામાં આવી હતી. જે અપેક્ષા મુજબ સફળતા હાંસલ કરી શકી ન હતી. જા કે હવે તેને દબંગને લઇને આશા છે. વર્ષ ૨૦૨૦માં તેની કઇ ફિલ્મ રજૂ કરવામાં આવનાર છે તેને લઇને હાલમાં ચાલી રહેલી તમામ ચર્ચાનો અંત આવી ગયો છે. દબંગ-૩ ફિલ્મમાં તેની સાથે સોનાક્ષી સિંહા રજૂ થનાર છે. અગાઉના પાર્ટમાં પણ સોનાક્ષી મુખ્ય સ્ટાર તરીકે રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.