મહેસાણાના સરસાવ ગામે બે જૂથ વચ્ચે અથડામણ,૭ને ઇજા
મહેસાણા, મહેસાણા જિલ્લાના નંદાસણ તાલુકાનાં સરસાવ ગામ માં એક જ કોમ ના બે જુથ વચ્ચે અથડામણ થઈ છે. જેમાં ૭ થી ૮ લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ગત દશેરાના દિવસે ગરબા દરમિયાન ફોટા પડવાને લઈ ને બબાલ થઈ હતી. જેને લઈ ને સમાધાન માટે બેઠક બોલાવી હતી. અને આ બેઠક માં જ ફરી બબાલ થતાં બંને પક્ષ સામસામે આવી ગયા હતા. આ હુમલામાં બુટલેગર સહિત અન્ય વ્યક્તિઓ ફરાર થઈ ગયી છે. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી હતી. અને વધુ તપાસ હાથ ધરી છે. સરસાવ ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.