Western Times News

Gujarati News

અમદાવાદ શહેર સિવિલ હોસ્પિટલની કેન્ટીનમાં ઉંદર નીકળ્યો

અમદાવાદ, એશિયાની નંબર વન ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ટ્રોમાં સેન્ટર પાસેની કેન્ટીનમાં ઉંદર હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેને લઈ સિવિલ હોસ્પિટલ સત્તા તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો છે. વીડિયો સામે આવતા હોસ્પિટલમાં સત્તાધીશોમાં દોડધામ મચી હતી.

આ મામલે સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેડ કડક વલણ અપનાવ્યું છે અને હોસ્પિટલની કેન્ટીનમાં સ્વચ્છતા બાબતે બેદરકારી ચલાવી લેવાશે નહીં તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં માત્ર અમદાવાદ જ નહીં રાજ્યના અન્ય જિલ્લાઓ અને અન્ય રાજ્યોમાંથી પણ દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે.

તેવામાં હોસ્પિટલમાં આવેલી ટ્રોમાં સેન્ટર પાસેની કેન્ટીનમાં ઉંદર ફરી રહ્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે. અહીં દર્દીઓ અને તેમના પરિવારજનોને આપવામાં આવતા ફ્રેશ જયૂસના ફળો ઉંદર કોતરી રહ્યા છે. આવા ફ્રેશ જ્યૂસથી દર્દીઓ સાજા થવાની જગ્યાએ બીમારીના બિછાને પડી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ વીડિયો ખુદ દર્દીના પરિવારજનોએ જ ઉતારી વાયરલ કર્યો હોવાનું સામે આવ્યું છે.

જાેકે આ વીડિયો વાયરલ થતા હોસ્પિટલમાં હડકંપ મચ્યો છે અને હોસ્પિટલના સુપ્રિટેન્ડેડ ડો. રાકેશ જાેશી એક્શનમાં આવ્યા છે. તેમણે આ ઘટનાની નોંધ ગંભીરતાથી લીધી છે. તેઓએ જણાવ્યું કે હોસ્પિટલની કેન્ટીનમાં ચોખ્ખાઈ બાબતે બેદરકારી ચલાવી લેવાશે નહીં તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે.

હોસ્પિટલમાં કેન્ટીન કોન્ટ્રાક્ટ પર ચાલે છે જે પણ કેન્ટીન ચલાવે છે તો જવાબદારી તે વ્યક્તિની બને છે. તેઓએ સ્વચ્છતાનું ધ્યાન રાખવું પડશે તેવો સ્ટ્રોંગ મેસેજ જાય તેવા પગલાં લેવાશે. આપણને સૌને ખબર છે કે ખરાબ ખોરાકના કારણે કેટલા રોગ થઈ શકે છે એટલે આવી બેદરકારી ચલાવી લેવાય નહીં.

સૌ પ્રથમ આ કેન્ટીન તાત્કાલિક અસરથી બંધ કરાવી તેમાં તપાસ કરાશે. પ્રોપર હાઇજિન મેન્ટેન થાય તે પ્રકારે નોટિસ આપવામાં આવશે. મહત્વનુ છે કે હોસ્પિટલમાં કોન્ટ્રાકટ પર ચાલતી કેન્ટીનમાં ઉંદરે હોસ્પિટલમાં સબ સલામત હોવાના દાવાઓની પોલ ખોલી છે ત્યારે આવા કેન્ટીન કોન્ટ્રાકટર સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.