શિવાંગી અને મોહસિનની કેમેસ્ટ્રી ફરીવાર જોવા મળશે

મુંબઇ, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સીરિયલમાં નાયરા અને કાર્તિકનો રોલ કરીને એક્ટ્રેસ શિવાંગી જાેષી અને મોહસિન ખાને દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે. આ બંને એક્ટર્સે શો છોડી દીધો છે છતાં દર્શકો તેમની કેમેસ્ટ્રી સ્ક્રીન પર જાેવા માટે તરસી રહ્યા છે.
એવું લાગી રહ્યું છે કે, શિવાંગી-મોહસિનના ફેન્સની આ ઈચ્છા ટૂંક સમયમાં જ પૂરી થવાની છે. શિવાંગી અને મોહસિન ફરી એકવાર પ્રોડ્યુસર રાજન શાહીના આગામી પ્રોજેક્ટમાં જાેવા મળવાના છે. શિવાંગી જાેષીએ શો બાલિકા વધૂ ૨ના છેલ્લા દિવસના શૂટિંગ બાદ આ વાતનો ખુલાસો કર્યો છે.
શિવાંગીએ મોહસિન સાથેના અપકમિંગ પ્રોજેક્ટ વિશે વધુ વિગતો તો નથી આપી પણ તેણે કહ્યું, હાલ આ વિશે વધુ વાત નહીં કરી શકું કારણકે મારી પાસે જ પૂરતી માહિતી નથી. પરંતુ હા ચર્ચા ચાલી રહી છે અને જ્યારે પણ પ્રોજેક્ટ શરૂ થશે સૌને ખબર પડી જ જશે.
હાલ આ વિશે હું વધુ વાત નહીં કરી શકું અને એવું પણ નથી કે પ્રોજેક્ટ અંગે ચર્ચા નથી થઈ. ચર્ચા ચાલી રહી છે, હવે જાેવાનું છે કે ક્યારે શરૂઆત થશે. રાજન શાહીએ જાહેરાત કરી હતી કે મોહસિન અને શિવાંગી જલ્દી જ સાથે જાેવા મળશે, આ વિશે એક્ટ્રેસને પૂછવામાં આવતાં તેણે કહ્યું, “જાે રાજન સરે કહ્યું છે તો પછી અમે ચોક્કસ સાથે આવીશું.
જ્યારે પણ થશે અને જેવું પણ થશે, મને વિશ્વાસ છે કે તે ખૂબસૂરત હશે. ડીકેપી (રાજન શાહીનું પ્રોડક્શન હાઉસ) મારા માટે પરિવાર સમાન છે અને જાે આ પરિવારનો ફરી ભાગ બનવાનો મોકો મળશે તો હું ખૂબ ખુશ થઈશ. જે થશે તે સારી રીતે અને આનંદ સાથે થશે.
બાલિકા વધૂ ૨’ ઓફએર થવા અંગે પ્રશ્ન પૂછવામાં આવતાં શિવાંગીએ જણાવ્યું, “દરેક સારી વસ્તુનો અંત આવે છે તેમ આ શોનો પણ અંત આવી ગયો છે. આ જર્ની ટૂંકી પણ સુંદર હતી. હવે આના પછી હું કંઈક નવું કરીશ. એવું નથી કે શો ના ચાલ્યો એટલે બંધ કરી દેવાયો પરંતુ આ શોની જર્ની અહીં સુધી જ હતી. છેલ્લો એપિસોડ જાેશો ત્યારે તમને અંતનો અંદાજાે આવી જશે. આ હેપી એન્ડિંગ છે.”
‘બાલિકા વધૂ ૨’માંથી સૌથી વધુ શેને યાદ કરશે તે અંગે શિવાંગીએ કહ્યું, “હું અમારા ડાયરેક્ટર પ્રદીપ સર, રણદીપ અને સમૃદ્ધ સાથે શૂટિંગ કરવાનું મિસ કરીશ. શો દરમિયાન અમારી વચ્ચે સારું બોન્ડ થઈ ગયું હતું. અમે એક ટીમ બની ગયા હતા અને મને પ્રદીપ સર સાથે કામ કરવાની મજા પડી હતી. હું સેટ, ટીમ, મારા કો-સ્ટાર્સ અને મેક-અપ રૂમને યાદ કરું છું. રણદીપ અને સમૃદ્ધ સાથે શૂટિંગ કરવાની મજા આવતી હતી.”SSS