ગાઝીયાબાદમાં શાળાની દિવાલ ધરાશાયી થતાં ૩ મજૂરોના મોત
ગાઝીયાબાદ, ઉત્તરપ્રેદશના ગાઝીયાબાદમાં દિવાલ ઘસી પડતા ૩ મજૂરોના મોત નિપજ્યા છે પોલીસ સત્વરે ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી,દિવાલ ધરાશાયી થવાથી અત્યાર સુધીમાં ત્રણ મજૂરોના મોત થયા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ગટર બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. શાળાના બાઉન્ડ્રી બોલ સાથે ગટરનું નિર્માણ કાર્ય જાેડાયેલ છે. લાંબા સમય સુધી ચાલતા બાંધકામના કારણે અહીં પણ પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ છેલ્લા બે મહિનાથી આ નાળાને ફરીથી બનાવવાની કામગીરી સતત ચાલી રહી હતી. જેના કારણે નાળાનું પાણી પણ બંધ થઈ ગયું હતું. જેનો કોન્ટ્રાક્ટ ઈમરાન અને ઈસરાર નામના વ્યક્તિને આપવામાં આવ્યો હતો. મોડી રાત્રે કોન્ટ્રાક્ટર વતી મજૂરો અહીં કામ કરી રહ્યા હતા.
આ નાળાની ઉંડાઈ ૬ થી ૮ ફૂટ જેટલી છે અને શાળાની બાઉન્ડ્રી વોલ જેની દિવાલની ઉંચાઈ પણ ૭ થી ૮ ફૂટ જેટલી છે. મોડી રાત્રે શ્રમિકો અહીં ગટર બનાવવાનું કામ કરી રહ્યા હતા ત્યારે શાળાની બાઉન્ડ્રી વોલમાં તિરાડ પડી ગટરમાં કામ કરતા મજૂરો પર પડી હતી, જેમાં સ્થળ પર કામ કરી રહેલા મજૂરો આ દિવાલની નીચે આવી ગયા હતા અને દટાઈ ગયા હતા.HS