ખેડૂતો પોતાની પ્રોડક્ટનું સીધુ વેચાણ કરી શકે તે માટે આયોજન
(પ્રતિનિધિ) અમદાવાદ, જાે કોઈપણ પ્રોડક્ટના વેચાણમાં “વચેટિયા”ઓ નીકળી જાય તો માલ વેચનાર અને ખરીદનાર બંનેને રાહત મળી શકે છે. ઉપભોક્તાને સસ્તા ભાવે વસ્તુ મળી શકે છે. ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર આ દિશા તરફ વિચારી રહી હોવાનું જાણવા મળેલ છે.
ખાસ કરીને વડાપ્રધાને થોડા સમય પહેલા તેમના વકતવ્યમાં આ અંગે દિશાસૂચન કર્યું હતું. ગામડાઓ અને ખેડૂતોને બેઠા કરવા હોય તો પરંપરાગત ગ્રામ્ય વ્યવસાયોને જીવંતકરવા પડે. જાે ગામડાઓમાં તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવાય તો તેનો લાભ ખેડૂતોને તો મળે પણ શહેરી વિસ્તારોમાં લોકોને મળી શકે તેમ છે ખેડૂતો પોતાની પ્રોડક્ટ સીધી ગ્રાહક સુધી લઈ જાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવા વિચારણા ચાલી રહી છે. સંભવતઃ આ પ્રક્રિયા ખૂબ જ ઝડપથી શરૂ કરાશે.
આ અંગે કિસાન સંઘના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે જાે ખેડૂતોને તેમની પ્રોડક્ટનું સીધુ વેચાણ કરવુ હોય તો ૩૦૦ ખેડૂતોની મંડળી રજીસ્ટ્રર કરવાની રહે છે. વળી આગામી તમામ પ્રકારની સુવિધા સરકાર તરફથી ઉપલબ્ધ કરાશે. મતલબ એ કે સરકારના ક્રાઈટેરિયા પ્રમાણે નકકી થયા મુજબ મદદ કરાશે. બીજી તરફ ગામડાના નાના-ઉદ્યોગો પુનઃ ધમધમતા થાય તે હેતુથી તમામ પ્રકારની સુવિધા જીલ્લા- તાલુકા કક્ષાએ ઉભી કરાશે.
માલના ઉત્પાદનનું પેકેજીંગ તથા ગુણવત્તાની ચકાસણી સ્થાનિક કક્ષાએ થશે તેના માટે જે મુળભૂત સગવડો જાેઈએ તે આપવામાં આવશે. આ નો અર્થ એ છે કે ગામડાના લોકોને હવે છેક શહેરો સુધી લાંબુ થવુ પડશે નહી.
ગામડામાં સુવિધાઓ ઉપલબ્ધ થતા સમય- ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ બચશે તેની સાથે સ્થાનિક લોકોને કામ મળશે ગામડાઓના નાના-મધ્યમ કક્ષાના ઉદ્યોગોને બેઠા કરવા માટે આનાથી ઉત્તમ માર્ગ હોઈ શકે નહિ, તેમ વિચારીને આગળ વધવાનું નકકી કરાયું છે ખેડૂતો તેમની પ્રોડક્ટનું સીધુ વેચાણ કરશે તેનાથી ખેડૂતોની સાથે લોકોને ફાયદો થશે.