તમામ ડેપ્યુટી અને આસિ.કમિશ્નર સવારે રાઉન્ડ પર જાય નહીંતર પગલાં
(એજન્સી) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે આજે તમામ વિભાગના અધિકારીઓનો ઉધડો લીધો હતો. કમિશ્નરે તમામ ડેપ્યુટી કમિશ્નર તથા આસિસ્ટન્ટ કમિશ્નરને ચેતવણી આપી હતી કે હવે પછી જાે એક પણ અધિકારી સવારે પોતાના વિસ્તારમાં રાઉન્ડ નહીં લે તો તેની સામે કડક પગલાં લેવામાં આવશે. તેમના વિસ્તારમાં શુૃં ચાલી રહ્યુ છે તે જાણવા રાઉન્ડ જરૂરી હોવાનું તેમણે જણાવ્યુ હતુ.
મળતી માહિતી અનુસાર મ્યુનિસિપલ કમિશ્નરે આજે તમામ ખાતાઓની કામગીરી અંગે રીવ્યુ બેઠક યોજી હતી. તેમણે બેઠકમાં જણાવ્યુ હતુ કે હુૃં છેલ્લી પાંચ રિવ્યુ બેઠકમાં એક વાત વારંવાર કહેતો આવ્યો છે કે તમામ ડેપ્યુટ કમિશ્નર અને આસિસ્ટન્ટ કમિશ્નર સવારે નવ વાગ્યા સુધીમાં પોતપોતાના વિસ્તારોમાં ચાલતી કામગીરી જુએ અને સ્થળ પર જ ફરીયાદોનો નિકાલ કરે એ જરૂરી છે.
જરૂર પડ્યેે તો અધિકારીઓને હાજર રાખી કામગીરીની સમીક્ષા કરે તેમજ રોડ ઉપર સફાઈ થાય છે કે નહી તથા પીવાના પાણી તેમજ મસ્ટર સ્ટેશન ઉપર આવતા લોકોની ફરીયાદોનો નિકાલ થાય છે કે કેમ? તેની તપાસક રે તેમજ આ રાઉન્ડ દરમ્યાન અન્ય તમામ બાબતોનો નિકાલ કરે એવંુ હુૃ ઇચ્છુ છુ.
છેલ્લી પાંચ કમિટિઓમાં કહી રહ્યો છુ. છતાં હજુ સુધી એક પણ ડેપ્યુટી કમિશ્નર તથા આસિસ્ટન્ટ કમિશ્નર રાઉન્ડ લેતા નથી. અને ઘરેથી સીધા જ ૧૧ વાગ્યે ઓફિસે આવી જાય છે.
તમારા વિસ્તારમાં શું ચાલી રહ્યુ છે તેમની તમને કોઈ ખબર નથી હોતી. હવ પછી ડેપ્યુટી કમિશ્નર તથા આસિસ્ટન્ટ કમિશ્નર રાઉન્ડ નહીં લે તો તમામ સામે કડકમાં કડક પગલાું ભરવામાં આવશે. અને એ માટે તમારે માનસિક રીતે તૈયાર રહેવું પડશે. આ બાબતે કોઈની પણ ભલામણો કે કારણો હુૃં ધ્યાનમાં લઈશ નહીં.
તેમણે બેઠમાં સીટી એન્જીનિયર હિતેશ કોન્ટ્રાક્ટરને પ્રશ્ન કર્યો હતો કે શહેરમાં એવો એક માર્ગ બતાવો કે જ્યાં ફૂટપાથ અને રોડ સારા હોય આ પ્રશ્નોની સામે કોન્ટ્રાક્ટરે કોઈ પણ જવાબ આપ્યો નહોતો. એટલે કમિશ્નરે તેમને શહેરના માર્ગો કેવા છે એ જાેવાનો આદેશ આપ્યો છે. એટલુ જ નહીં શહેરમાં કેટલા માર્ગો ખબાર છે અને કેટલાં માર્ગો ઉપર રીસરફસ કરવામં આવ્યુ છે તેની તમામ માહિતી હવે પછીની બેઠકમાં રજુ કરવા જણાવ્યુ હતુ.