બોર્ડ પરીક્ષામાં ડાયાબિટિક વિદ્યાર્થીને નાસ્તો અને દવા લઈ જવાની મંજૂરી
અમદાવાદ, ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ર૮ માર્ચ સોમવારથી ધોરણ ૧૦-૧રની પરીક્ષાનો આરંભ થઈ રહયો છે. ત્યારે જુવેનાઈલ ડાયાબીટીસથી પીડાતા વિધાર્થીઓને પરીક્ષા દરમ્યાન જરૂરી નાસ્તો અને દવા સાથે રાખવાની મંજૂરી શિક્ષણ વિભાગ દ્વારા આપી દેવામાં આવી છે.
આવા વિધાર્થીઓની સંખ્યા નહિવત હોવાનું મનાય છે, જે વિધાર્થી ડાયાબીટીસથી પીડાતા હોય તેઓ સક્ષમ આરોગ્ય અધિકારીનું પ્રમાણપત્ર રજુ કરે ત્યારે તેની પૂરતી ચકાસણી બાદ વિધાર્થીઓને પરીક્ષા દરમ્યાન જરૂરી નાસ્તો અને દવા સાથે પ્રવેશ આપવામાં આવશે.
વિકલાંગ વિધાથીઓને મળવાપાત્ર રાઈટરનો કેમ્પ પણ આવતી કાલ સુધીમાં પુરો કરાશે. સંપૂર્ણ દ્રષ્ટિહીન, અલ્પદ્રષ્ટિ, બિધરાંધ, માનસીક દિવ્યાંગ સ્પેસીફીક લર્નીગ દિવ્યાંગતા ધરાવતા વિધાર્થીઓને ધોરણ૧૦માં ગણીત વિષયમાં મુકિત રાખવા ઈચ્છે તો તેઓ રાખી શકે છે અને જૂથ-ર મરજીયાત વિષયો પૈકી એક વિષયને બદલે વધુ વિષયો પસંદ કરી શકે છે.
બોર્ડની લેખીત પરીક્ષામાં દ્રષ્ટિહીન, બધીરાંધ અને અલ્પદૃષ્ટિ ધરાવતા વિધાર્થીઓને આકૃતિ, નકશા અને ગ્રાફના પ્રશ્નોને બદલે વેકલ્પીક પ્રશ્નો આપશે.
દિવ્યાંગોને પરીક્ષા ફીમાંથી મુકિત અપાઈ છે. રાઈટરનું પ્રમાણપત્ર મેળવવા માટે વિકલાંગતાનું અસલ પ્રમાણપત્ર, હોલ, ટીકીટ, પરીશિષ્ટ-એ ફોર્મ જાેઈશે. રજીસ્ટર્ડ રાઈટર તરીકે બેસનારા વિધાથીએ પોતાના ફોટા પર શાળાના આચાર્યના સહી સિકકા સાથેનું બોનાઈાઈડ પ્રમાણપત્ર અને તમામ અસલ ડોકયુમેન્ટ સાથે રૂબરૂમાં કલાસમાં હાજર રહેવું પડશે.
બોર્ડની પરીક્ષામાં ધોરણ ૧૦ના ૯.૬૪ લાખ, ધોરણ ૧રના સામાન્ય પ્રવાહના ૪.રપ લાખ અને વિજ્ઞાન પ્રવાહના ૧.૦૮ લાખ સહીત ૧પ લાખ વિધાર્થીઓ બેસશે પરીક્ષા દરમ્યાન પાવર કટ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. ધોરણ ૧૦ની પરીક્ષા માટે ૯પ૮ પરીક્ષા કેન્દ્રો નિયત કરાયાં છે
અને ધોરણ ૧રનાં ૬૬૭ કેન્દ્રોમાં વિધાર્થીઓને પંખા અને લાઈટ ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં ૪૪, વડોદરા જેલમાં ૩૧, રાજકોટની ૧પ અને સુરત જેલમાં ૩ર સહિત ૧રર કેદીઓ બોર્ડની પરીક્ષા આપશે.