Western Times News

Gujarati News

કસૂરવાર સરકારી કર્મચારીની ગ્રેજ્યુએટી અટકાવવાનો રાજ્યને હકઃ સુપ્રીમ કોર્ટ

(એજન્સી) નવી દિલ્હી, કેરળ હાઈકોર્ટના ચુકાદો રદ કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે કસૂરવાર કર્મચારી સામેની અપીલ પેન્ડિંગ હોવાથી રાજ્યને તેની ડેથ-કમ રિટાર્યમેન્ટ ગ્રેજ્યુઈટી અટા(ડીસીઆરજી)અટકાવવાના હકથી વંચિત રાખી શકાય નહીં.

કેરળ હાઈકોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે રાજ્ય સેવા નિયમોની જાેગવાઈ હેઠળ ડીસીઆરજી સામે નહીં પરંતુ માત્ર પેન્શન સામે કર્મચારીના બાકી લેણાની રિકવરી કરી શકાય છે. હાઈકોર્ટે કેરળના સેવાના નિયમોના રૂલ-૩ને નાબૂદ કર્યાે હતો, જેમાં ડીસીઆરજીને અટકાવવાની મંજૂરી મળે છે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, જાે અપીલ કરવામાં ન આવી હોત તો એવું કહી શકાય કે ગુનાહિત કેસના દોષિત હોવા છતાં રાજ્ય પાસે ડીસીઆરજી કે પેન્શનને જપ્ત કરવાનો રાજ્યને હક નથી. અમે માનીએ છીએ કે તેથી અપીલ પેન્ડિંગ હોવાથી રાજ્યને ડીસીઆરજીનો હકથી વંચિત રાખી શકાય નહીં.

કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે અરજદાર (રાજ્યના કર્મચારી) સામે બીજી કોઈ ખાતાકીય કાર્યવાહીનો સવાલ નથી, તેથી ગુનાહિત કાર્યવાહીના તારણથી રાજ્યને માત્ર આ કાર્યવાહીના તારણને આધારે યોગ્ય આદેશ જારી કરવાનો હક છે. તેથી અમે માનીએ છીએ કે કેરળ હાઈકોર્ટની સંપૂર્ણ ખંડપીઠનો આ આદેશ ટકી શકે નહીં.

ગુનાહિત કેસની અપીલને પેન્ડિંગ રાખીને અરજદાર માટે ગ્રેજ્યુઈટી છૂટી કરવી જાેઈએ એવું કહી શકાય નહીં. કોર્ટે પેન્શન કે ડીસીઆરજીે અટકાવવા પાછળના હેતુઓને ધ્યાનમાં રાખવા જાેઈએ. કસૂરવાર કર્મચારી પાસેથી ભવિષ્યમાં બાકી લેણા વસૂલ કરવાનું મુશ્કેલ બને છે.

કોર્ટે જણાવ્યું હતું કે ગુનાહિત કેસમાં માત્ર નિર્દાેષ ઠેરવવામાં આવે તો તેનો અર્થ એવો નથી કે વિભાગીય કાર્યવાહીમાં કોઈ પગલાં લઈ શકાય નહીં. આ કેસ ભ્રષ્ટાચાર વિરોધી ધારા અને બીજા ગુનાઓ હેઠળ ટ્રાયલ કોર્ટે દોષી ઠેરવેલા કર્મચારીઓ સંબંધિત હતી, કેરળ હાઈકોર્ટે આ કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કેરળ સરકારે આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યાે હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.