Western Times News

Gujarati News

આઈટેલે 64 જીબી સ્ટોરેજવાળો રૂ. 8,000થી ઓછી કિંમતનો ભારતનો પ્રથમ સ્માર્ટફોન વિઝન 3 લોન્ચ કર્યો

પ્રીમિયમ એફોર્ડેબલ સ્માર્ટફોન સેગમેન્ટમાં નવીનતા લાવવા પર સતત ધ્યાન કેન્દ્રિત કરીને, આઈટેલ પ્રગતિશીલ ભારત બનાવવા માટે કામ કરી રહ્યું છે

નવી દિલ્હી, ભારતની સૌથી વિશ્વસનીય બ્રાન્ડ અને સબ 7000 સેગમેન્ટમાં પ્રબળ લીડર છે એવી આઈટેલે તેની ફ્લેગશિપ વિઝન સિરીઝ હેઠળ ગેમ-ચેન્જર સ્માર્ટફોન આઈટેલ વિઝન 3 લૉન્ચ કરીને આગળ વધ્યું છે. 18 વોટ ફાસ્ટ ચાર્જિંગથી સજ્જ વિઝન 3 એ આ ટેક્નોલોજી સાથેનો રૂ. 7999ની કિંમતે ભારતનો પહેલો સ્માર્ટફોન બની ગયો છે.

આ સ્માર્ટફોનમાં 3 જીબી રેમ + 64 જીબી રોમ કન્ફિગરેશન, રિવર્સ ચાર્જિંગ સાથેની વિશાળ 5000 એમએએચ એઆઈ બેટરી, ફિંગરપ્રિન્ટ સેન્સર અને મોટા ડિસ્પ્લે ઉપલબ્ધ છે. નિઃશંકપણે આ એક એવો સ્માર્ટફોન છે જે નવા જમાનાના ગ્રાહકોની જરૂરિયાતો સંતોષવા માટે સક્ષમ છે. આ ફોન સાથે ગ્રાહકો નોન-સ્ટોપ મનોરંજનની મજા લઈ શકશે જે તેમની હાઈપર એક્ટિવ લાઈફસ્ટાઈલ સાથે મેળ ખાય છે.

ટેક્નોલોજીના લોકતંત્રીકરણના એકમાત્ર ઉદ્દેશ્ય સાથે સમર્પિત આઈટેલે હંમેશા પોતાની ઓડિયન્સ માટે એક મજબૂત સંબંધ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ હેતુથી કંપનીએ ગેમચેન્જિંગ ઈનોવેશન્સ રજૂ કર્યા છે અને સ્માર્ટફોન ગ્રાહકોના અનુભવને બહેતર બનાવ્યો છે.

વિઝન 3 સાથે આઈટેલ રૂ. 8,000ની કિંમતના સેગમેન્ટમાં અભૂતપૂર્વ પરિવર્તન માટે તૈયાર ચે. 18 વોટ ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી એટલી સક્ષમ છે કે ચાર્જિંગ ટાઈમને 50 ટકા ઓછો કરી દે છે. આ કિંમતમાં આ સૌપ્રથમ ઓફરિંગ છે. વધુ મેમરી, લાંબો સમય ચાલનારી બેટરી, ઉત્કૃષ્ટ સુરક્ષા ફિચર્સ (ફિંગર પ્રિન્ટ સેન્સર તથા ફેસ અનલોક) 6.6 ઈંચ એચડી પ્લસ આઈપીએસ વોટર ડ્રોપ, આ બધી ખાસિયતો મળીને આ ફોનને પર્ફોર્મન્સ તથા સુંદરતાનું ઉમદા સંયોજન બનાવે છે.

લોંચ પર ટિપ્પણી કરતા શ્રી અરિજીત તાલપાત્રા, સીઈઓ, ટ્રાન્સશન ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, “જનસામાન્યને કેટરિંગ કરતી બ્રાન્ડ હોવાને કારણે અમે ‘સેગમેન્ટ ફર્સ્ટ ડિવાઇસ’ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ જેથી અમારા ગ્રાહકોને તેના વર્ગની ઉત્તમ ટેક્નોલોજી મળે અને આ અનુભવ તેમને અત્યંત સસ્તા ભાવે મળે.

જનતા માટે ટેક્નોલોજીનું લોકશાહીકરણ કરવાની સતત ઉત્સુકતાએ અમને આઈટેલને મજબૂત લગાવવાળી બ્રાન્ડ બનાવવામાં મદદ કરી છે. પ્રીમિયમ એફોર્ડેબલ વિઝન સિરીઝની સફળતાને ચાલુ રાખતાં આઈટેલ વિઝન 3 એ ગેમ-ચેન્જર સ્માર્ટફોન છે જે તેની વિક્ષેપકારક સુવિધાઓ સાથે અપ્રતિમ પ્રદર્શન, ડિઝાઇન અને અનુભવ પ્રદાન કરવા જઈ રહ્યો છે,

તેથી 8000ની કિંમતના સેગમેન્ટમાં આઈટેલની માર્કેટ લીડરશીપ મજબૂત કરશે. અમને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે આઈટેલ વિઝન 3 એ પહેલો સ્માર્ટફોન છે જે રૂ. 8,000ની કિંમતના સેગમેન્ટમાં 18W ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીથી સજ્જ છે. આ કેટેગરી ડિસપ્ટર અને પાવર-પેક્ડ સ્માર્ટફોન સીમલેસ સ્માર્ટફોન અનુભવ પ્રદાન કરશે અને નવા ભારતની ઈચ્છાઓ અને આકાંક્ષાઓને પરિપૂર્ણ કરશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.