જીટીપીએલે હાઈબ્રિડ એન્ડ્રોઈડ ટીવી સેટ ટોપ બોક્સ ‘GTPL’ જીની લોન્ચ કર્યું
અમદાવાદ, ભારતની અગ્રણી ડિજિટલ કેબલ ટીવી અને બ્રોડબેન્ડ સેવા પ્રદાતા જીટીપીએલ હેથવે લિમિટેડે (જીટીપીએલ) આજે હાઇબ્રિડ એન્ડ્રોઇડ ટીવી સેટ ટોપ બોક્સ જીટીપીએલ જીની લોન્ચ કર્યું છે જે મહિને રૂ. 499ની આકર્ષક કિંમતે લાઇવ ટીવી ચેનલો અને ઓટીટી એપ્સની સુવિધા આપે છે.
જીટીપીએલ જીની પરંપરાગત કેબલટીવીની શક્તિને આધુનિક સુવિધાઓ અને ઓટીટી મનોરંજન એપ્સ પર વૈવિધ્યસભર સામગ્રીના ગતિશીલ બ્રહ્માંડ સાથે જોડે છે. તેના ‘કનેક્શન દિલ સે’ પ્રસ્તાવને વધુ વિસ્તૃત કરવાના પ્રયાસ સાથે જીટીપીએલ જીની ગ્રાહકોને તેમની હાલની ટીવી સ્ક્રીન પર લીનિયર ટીવી ચેનલો અને લોકપ્રિય ઓટીટી એપ્સ બંને સામગ્રીનો આનંદ માણવા સક્ષમ બનાવે છે.
સેટ ટોપ બોક્સ એન્ડ્રોઇડ ટીવી પ્લેટફોર્મ પર આધારિત છે જે ગ્રાહકોને ગૂગલ પ્લે સ્ટોર (ટીવી માટે) પર 5,000થી વધુ એપ્સ ડાઉનલોડ કરવા અને તેનો ઉપયોગ કરવાની શક્તિ આપે છે. ગ્રાહકો યુટ્યૂબ, એમએક્સ પ્લેયર ટીવી વગેરે પર તેમના મનપસંદ વીડિયો જોઈ શકે છે, સેંકડો ગેમ્સ રમી શકે છે, માહિતી મેળવી શકે છે, સંગીત સાંભળી શકે છે, એકબીજા સાથે જોડાયેલા રહી શકે છે અને ઘણું બધું કરી શકે છે. તેની સાથે ઈઝી સર્ચ માટે ગૂગલ વોઈસ આસિસ્ટન્ટ દ્વારા સંચાલિત વૉઇસ રિમોટ પણ આવે છે.
જીટીપીએલ જીની સેટ ટોપ બોક્સમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે ગૂગલ ક્રોમકાસ્ટ બિલ્ટ-ઇન ફીચર છે. તે ગ્રાહકોને તેમના ટીવી સેટ્સ પર કોઈપણ સમયે મનોરંજન સાથે તેમના મનપસંદ શો, મૂવીઝ, સંગીત, રમતો, શ્રેણીઓ, લાઈવ સ્પોર્ટિંગ ઈવેન્ટ્સ, સમાચાર વગેરેને તેમની સુવિધા અનુસાર જોવા અને માણવા માટે સશક્ત બનાવે છે.
સેટ ટોપ બોક્સ તમામ પ્રકારના ટીવી સેટ (4K, HD, LED, LCD, પ્લાઝમા, CRT વગેરે) સાથે સુસંગત છે, જેનાથી હાલના નોન-સ્માર્ટ ટીવી સેટને સ્માર્ટ ટીવીમાં રૂપાંતરિત કરવામાં આવે છે. કંપનીએ બંડલ સબ્સ્ક્રિપ્શન પ્લાન લૉન્ચ કરવાની જાહેરાત કરી છે જેમાં એમેઝોન પ્રાઈમ વીડિયો,
ડિઝની હોટસ્ટાર, ઝીફાઈવ, સોની લિવ, વૂટ સિલેક્ટ, અલ્ટ બાલાજી, શેમારૂ મી, ઈરોઝ નાઉ, હંગામા પ્લે, હંગામા મ્યુઝિક, ગાના+, એપીકઓન સહિત 12થી વધુ ઓટીટી એપ્સ સાથે લાઇવ ટીવી ચેનલોની ઍક્સેસનો સમાવેશ થાય છે.
જીટીપીએલ જીની સેટ ટોપ બોક્સ શરૂઆતમાં છ રાજ્યોમાં ઉપલબ્ધ થશેઃ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગોવા, આંધ્રપ્રદેશ અને તેલંગાણા. કંપની ટૂંક સમયમાં જ તેના અન્ય બજારોમાં જીટીપીએલ જીની લોન્ચ કરવાની યોજના ધરાવે છે.
જીટીપીએલ જીનીના લૉન્ચ પર ટિપ્પણી કરતાં જીટીપીએલ હેથવેના મેનેજિંગ ડિરેક્ટર અનિરુદ્ધસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, “છેલ્લા બે-ત્રણ વર્ષોમાં ગ્રાહકોનો અભિગમ બદલાયો છે અને હવે તેમાં નોન-લિનિયર ફોર્મેટની સાથે લિનિયર ફોર્મેટમાં કન્ટેન્ટ જોવાનો સમાવેશ થાય છે.
અમારા ગ્રાહકની જરૂરિયાતોને સંતોષવાના અમારા પ્રયાસમાં, અમે એન્ડ્રોઈડ ટીવી આધારિત હાઇબ્રિડ સેટ ટોપ બોક્સ જીટીપીએલ જીની લોન્ચ કરવાની જાહેરાત કરતાં ગર્વ અનુભવીએ છીએ જે ગ્રાહકને ઓટીટી એપ્લિકેશંસ દ્વારા લીનિયર ટેલિવિઝન ચેનલો અને ઑન-ડિમાન્ડ કન્ટેન્ટ જોવાની સુવિધા આપે છે. જીટીપીએલ જીની તેના વેલ્યુ-ફોર-મની બંડલ સબસ્ક્રિપ્શન યોજનાઓ દ્વારા વિવિધ શૈલીઓમાં રસપ્રદ સામગ્રી શોધી રહેલા ગ્રાહકો માટે મનોરંજનનો ગુણાંક વધારશે.