શ્વાનને હેરાન કરતાં માણસને ગૌ માતાએ પાઠ શીખવાડ્યો
નવી દિલ્હી, પ્રાણીઓ બોલી શકતા નથી પરંતુ એવું નથી કે તેમને લાગણી નથી. ગાય હોય કે કૂતરું, જાે તમે કોઈને એક વાર રોટલી આપો તો તે રોજ ઘરની બહાર આવે છે અને ખાવાનું માંગે છે. આ પ્રાણીઓ પણ સમજે છે કે પ્રેમ અને લાગણી શું છે? સાથે જ આ પ્રાણીઓ બીજાના દુઃખને પણ સમજે છે. જાનવરોની ભાવના દર્શાવતો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં એક કૂતરાની વેદના જાેઈને ગૌ માતા તેને બચાવવા આગળ આવે છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોની શરૂઆતમાં જાેઈ શકાય છે કે કેવી રીતે એક વ્યક્તિ કૂતરાનું ગળુ દબાવી રહ્યો છે. આનંદ માટે તે ખૂબ જ પીડા સાથે કૂતરાના કાનને ખેંચી રહ્યો હતો અને તેને ઉપર તરફ ઉઠાવી રહ્યો હતો.
આ દરમિયાન કૂતરો માત્ર લાચારીથી ચીસો પાડી રહ્યો હતો. પરંતુ હૃદયહીન માણસને તેના માટે સહેજ પણ દયા ન આવી. તે ખૂબ જ ર્નિદયતા સાથે કૂતરાના કાન ખેંચતો રહ્યો. આસપાસના લોકો તેનો વીડિયો બનાવતા રહ્યા. કૂતરાની મદદ માટે કોઈ આગળ ન આવ્યું.
એ લાચાર લાચારીમાં માત્ર ચીસો પાડતો રહ્યો. આ પછી અચાનક એક ગાય માતા ત્યાં આવી. તેણે કૂતરાની ચીસો સાંભળીને તેને બચાવવાનું નક્કી કર્યું. ગાય માતાએ આવીને શિંગડા વડે માણસને નીચે પછાડી દીધો. આ પછી કૂતરાનો મોકો મળતા જ ભાગી ગયો.
જેણે પણ આ વીડિયો જાેયો તે ગાય માતાની લાગણી સમજી ગયા. જાે કે, આ વીડિયો ઘણા સમય પહેલા ઈન્ટરનેટ પર શેર કરવામાં આવ્યો હતો. પરંતુ ફરી એકવાર તે વાયરલ થઈ રહ્યો છે. લોકોએ આ વીડિયો પર જાેરદાર કોમેન્ટ્સ કરી છે. એક વ્યક્તિએ લખ્યું કે માણસે જે કામ કરવું જાેઈએ તે ગૌ માતાએ કર્યું છે. તે જ સમયે, એક વ્યક્તિએ લખ્યું કે માતા ભલે ગમે તે હોય, તે કોઈનું દુઃખ સહન કરી શકતી નથી. ગૌ માતા આનો પુરાવો છે.SSS