Western Times News

Gujarati News

ગીરનાં ૬૮ સિંહો, ૬ દીપડાને કેનાઇન ડિસ્ટેમ્પરનો ચેપ લાગ્યો

જૂનાગઢ : ગીર જંગલમાં ગયા વર્ષે ૨૦૧૮માં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસને કારણે ૨૩ સિંહોનો ભોગ લેવાયો હતો. હેવાલ અનુસાર ગત વર્ષે સિંહોનાં મૃત્યુની ઘટના બાદ ૩૧૬ સિંહો અને ૫૨ દીપડાનાં લોહીના નમૂના પૂણેની ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ આૅફ વાઇરોલાજી’માં મોકલવામાં આવ્યા હતા.

જેમાંથી ૬૮ સિંહો અને છ દીપડા કેનાઇન ડિસ્ટેમ્પર પોઝિટીવ હોવાનું જાણવા મળ્યું છે. આ વાયરસ ભારતીય શ્વાનમાં રહેતા વાયરસ હોવાનું માલુમ પડયુ હતું. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ આૅફ વાઇરોલાજીનાં ડાયરેકટર ડી.ટી.મૌર્યનાં વડપણ હેઠળ કરાયેલા રીસર્ચ રીપોર્ટમાં એમ સૂચવાયુ છે કે, સિંહોનું રસીકરણ કરવામાં આવે. સિંહોનો ભોગ લેનાર વાયરસ ભારતીય શ્વાનમાં હોય છે. રખડતા શ્વાનોને ખાવાને કારણે વન્ય પ્રાણીઓમાં પણ તે પ્રસરવાનું જોખમ રહે છે.
આ ખતરાને દૂર કરવા માટે રસીકરણ શ્રેષ્ઠ વિકલ્પ છે.

ગીરના જંગલમાં રોગચાળાથી સાવજોનાં મોતથી જબરો ઉહાપોહ તથા રાજકીય વિવાદ થયો હતો. જેને પગલે ૩૧૬ સાવજોના બ્લડ, આંખ, નસલ સહિતના સેમ્પલો લેવામાં આવ્યા હતા. મોતને ભેટેલા ત્રણ સાવજોના ફેફસા, લીવર, હૃદય, કિડની જેવા અંગો પણ તપાસ માટે પુનાની ઇન્સ્ટિટ્યૂટ આૅફ વાઇરોલાજીમાં મોકલવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.