કલાકાર તરીકે રંગમંચ પર પરફોર્મ કરવાથી તમને મળે તે જ્ઞાનથી તમે શ્રેષ્ઠ બની શકો છો: વિદિશા
એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈમાં નવી અનિતા ભાભી તરીકે હાલમાં જ પ્રવેશ કરનારી વિદિશા શ્રીવાસ્તવ કહે છે, “વર્લ્ડ થિયેટર ડે કળા સ્વરૂપનું મૂલ્ય અને મહત્ત્વ જોઈ શકે તેમને માટે ઉજવણી છે.
રંગમંચ કળાનું સૌથી પ્રાચીન સ્વરૂપ છે અને સમય સાથે તે ભરપૂર ઉત્ક્રાંતિ પામ્યું છે. રંગમંચ સામાજિક ભાઈચારો, વાર્તાલાપ અને સંભવિત સામાજિક પરિવર્તનને પ્રોત્સાહિત કરવા માટે મદદ કરે છે
અને મને મારી કારકિર્દીના વગેલા દિવસોમાં અમુક અદભુત લોકો સાથે આ જગ્યામાં કામ કરવાની તક મળી તે માટે પોતાને આશીર્વાદરૂપ માનું છું. કલાકાર તરીકે રંગમંચ પર પરફોર્મ કરવાથી તમને મળે તે જ્ઞાનથી તમે પોતાની શ્રેષ્ઠ આવૃત્તિ બની શકો છો.”