કામગીરીના કારણે ઈન્કમ ટેક્ષથી દિલ્હી દરવાજા થઈને જતી લાલબસોને ડાયવર્ઝન અપાયુ
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (એએમટીએસ) ની બસો વર્ષોથી શહેરના નાગરીકોની અવિરત સેવામાં હાજર હોય છે. ક્યારેક કોઈ કારણોસર લાલબસની સેવાને અસર થતી જાેવા મળે છે. પરંતુ તેની પાછળનું કારણ અલગ હોય છે. આજકાલ શહેરમાં જુદા જુદા પ્રોજેક્ટ અન્વયે અગર તો કોઈ અન્ય કારણોસર ટ્રાફિકને ડાયવર્ટ કરવો પડતો હોય છે. તેના કારણે થોડીક અગવડ પડતી હોય છે.
પરંતુ જ્યારે વિકાસના કામ થતા હોય ત્યારે આવુ બધુ સ્વાભાવિક જ હોય છે. ઉદાહરણ તરીકે જાેઈએે તો આશ્રમ રોડ બહેરામુંગા સ્કુલ (બાટા હાઉસ) પાસે ઘણા સમયથી કામ ચાલી રહ્યુ હોવાથી અહીંયા ટ્રાફિક સિગ્નલ પસાર કરતાં મોટા વાહનચાલકોને તકલીફનો સામનો કરવો પડતો હોય છે.
પરંતુ આ એક સ્વાભાવિક વાત છે. એવી જ રીતે ઈન્કમ ટેક્ષ થઈને દિલ્હી દરવાજાવાળો માર્ગ પર મેટ્રોની કામગીરી ચાલતી હોવાથી આ રસ્તા પર જતી આવતી લાલ બસોને ડાયવર્ટ કરાઈ છે. ૬૪ નંબરની બસના ડ્રાઈવર- કંડકટરે આ વાત કરી ત્યારે ઘણા પેસેન્જરોને ખ્યાલ આવ્યો.
આ સંદર્ભમાં જમાલપુર એ.એમ.ટી.એસનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે ત્યાં હાલમાં કામગીરી ચાલતી હોવાથી બે-ચાર દિવસ માટેે ટેમ્પરરી બસોને ડાયવર્ઝન અપાયા છે. ત્યાં કામ પૂર્ણ થતાં જ બસો એના નિયત રૂટ પર ચાલુ થ જશે. થોડા સમય પૂરતી અગવડ પેસેન્જરોને પડી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં જુદા જુદા વિસ્તારોમાં કામગીરી ચાલતી હોવાથી બસોને ડાયવર્ઝન અપાયા છે. પાલડી જલારામ મંદિર રોડ ઉપર મેટ્રોની કામગીરીને કારણે બસો લાંબા સમયથી પરિમલ અંડરપાસ થઈને જાય છે.