નારોલના ગોડાઉનમાંથી રૂા.૩.૬૯ લાખનુ ડુપ્લીકેટ ઓઈલ પકડાયું
(એજન્સી) અમદાવાદ, નારોલમાં આવેલા સુદામા એસ્ટેટમાં પોલીસ પેટ્રોકેમના ગોડાઉનમાંથી રૂા.૩.૬૯ લાખનું કેસ્ટ્રોલ કંપનીનું ડુપ્લીકેટ ઓઈલ નારોલ પોલીસે ઝડપી લીધુ છે. ગાંધીનગરમાં રહેતા અને ઈઆઈપીઆર (ઈન્ડીયા) પ્રાઈવેટ લીમીટેેડ કંપની)માં ઓપરેશન મેનેજર તરીકે ફરજ બજાવતા સુનિલ વોરાએ નારોલ પોલીસમાં પાર્થિલ પેટ્રોકેમના ગોડાઉનમાં કેસ્ટ્રોલ કંપનીનું ડુપ્લીકેટ ઓઈલ વેચાતુ હોવાની ફરીયાદ નોંધાવી હતી.
આ ફરીયાદ બાદ કાર્યવાહી કરતા નારોલ પોલીસેે સુદામા એસ્ટેટમાં આવેલા પાર્થિલ પેટ્રોકેમના ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. અને ત્યારે ત્યાં ૩૧ વર્ષીય દિલીપ સાલ્વી નામની વ્યક્તિ હાજર હતી. પોલીસે ગોડાઉનમાં છાપો મારી તપાસ કરતા કેસ્ટ્રોલ કંપનીના ખાલી ડબ્બા અને બોગસ સ્ટીકરો મળી આવ્યા હતા.