કુંકાવાવ તાલુકા પંચાયત ખાતે લોક દરબાર યોજાયો
કુંકાવાવ તાલુકા પંચાયત ખાતે જીલ્લા પંચાયત પ્રમુખ વાઘેલાની ઉપસ્થિતમા લોક દરબાર યોજવામાં આવેલ જેમાં ગ્રામ્ય વિસ્તારોના લોકોના પ્રશ્નોનો સ્થળ પર નિકાલ થતાં લોકો પણ આનંદ છવાયો.
અમરેલી જીલ્લાના કુંકાવાવ તાલુકા પંચાયત મા જીલ્લા પંચાયત અમરેલી ના પ્રમુખ રવજીભાઈ વાઘેલાની ઉપસ્થિતમા લોક દરબાર કુંકાવાવ તાલુકા પંચાયત કચેરી ખાતે જીલ્લા અને તાલુકા ના લોક પરશ્રનો વડીયા મુકામે પોતાના પ્રશ્નો પર ઉંચ કચેરીએ ઘક્કાખાવા પડતા હોય છે ત્યારે આ ખાસ કેમ્પ નુ આયોજન કરવામા આવેલ.જેમા જાઞૃતલોકો એ પોતાના જુદાજુદા પ્રશ્નો રજુકરેલ હતા.જોકે બહોળી સંખ્યામા લોકો ની ઉપસ્થિતી હોવી જોઈયે.
પરંતુ ગ્રામજનો કેમ્પની ખબર ન હોવાનુ પણ જાણવા મળે છે.તેમ છતા આ મીટીંગ કેમ્પ મા કુલ 17 પ્રશ્નો રજુ કરેલ.ટુંકા દિવસો મા આ પ્રશ્નોનુ નિવારણના પણ ટુંક સમયમાં જ આપવામાં આવશે તેવું તાલુકાવિકાસ અધિકારી શ્રી એમ.જી. રાવ સાહેબ દ્વારા જણાવેલ આ તકે અધિકારીઓ તાલુકા વિકાસઅ ધિકારી, મામલતદાર શ્રી,બ્લોક હેલ્થકચેરી અધિકારી,નાયબ કાર્ય પાલક પેટા વિભાઞ ઈજનેર, ના,કાર્યપાલક ઇજનેર સિંચાઈ પેટા વિભાગ,તાલુકા પ્રાથમીક શિક્ષણાધિકારી.દરેક ગામો ના તલાટી મંત્રીઓ.ભાજપ,કોંઞ્રેસ બંન્ને પક્ષ ના નેતાજી તેમજ કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.