Western Times News

Gujarati News

થાનગઢમાં કોલસાની ખાણમાંથી ૩.૮૩ કરોડની વીજચોરી પકડાઈ

ખુશાલભાઈ વાઘેલા અને દિનેશભાઈ વાઘેલા દ્વારા ડાયરેકટ કનેકશન લઈ પાવર ચોરી કરાતી હતી

રાજકોટ, આજરોજ જીયુવીએનએલ અને પીજીવીસીએલની વીજીલન્સ ટીમો, જીયુવીએનએલ પોલીસ, લોકલ પોલીસ તથા રેવન્યુ અધિકારીઓ દ્વારા વહેલી સવારના સુરેન્દ્રનગર સર્કલ હેઠળના ધ્રાંગધ્રા ડીવીઝનમાં આવતા થાનગઢ ગામ પાસે ઈન્ટોલેશન ચેકીગ કરતા

ખુશાલભાઈ મીઠાભાઈ વાઘેલા તથા દિનેશભાઈ ગાજીયાભાઈ પરમાર દ્વારા પોતાની જમીનમાં આવેલ કોલસાની ખાણોમાં ૧૧ કેવી લાઈનમાં સીધા જ પ્રાઈવેટ ટ્રાન્સફોર્મર ગેરકયદેસર રીતે જાેડી પાણી ખેચવા માટેની મોટરો ચલાવતા હતા.

બંને વ્યકિત સ્થળ પર જવીજ ચોરી કરતાં રંગે હાથ પકડાઈ ગયેલ. ખુશાલભાઈ મીઠાભાઈ વાઘેલાની જગ્યા પર કુલ ૧૧૬.૯ કિલોવોટ ડાયરેકટ જાેડેલા હતા તેમાં અંદાજીત રૂા.૧.૭૩ કરોડનું પાવર ચોરીનું પુરવણી બીલ આપવામાં આવ્યું છે. જયારે દિનેશભાઈ ગાંજીયાભાઈ પરમારની જગ્યા પર કુલ ૧૪૧.૯૦ કિલોવોટ ડાયરેકટ જાેડેલ હતા

તેમાં અંદાજીત રૂા.ર.૧૦ કરોડનું પાવરચોરીનું પુરવણી બીલ આપવામાં આવેલ છે. આમ ડાયરેકટ વીજ જાેડાણ લઈ પાવર ચોરી કરતા હોય રૂા.૩.૮૩ કરોડના બીલો આપવામાં આવેલ છે. સ્થળ પરથી પ પાંચ નંગ પ્રાઈવેટ ટ્રાન્સફોર્મર ૧૮પ૦ મીટર કોટેડ કેબલ તથા ૩ર નંગ મોટરસ્ટાર્ટર જપ્ત કરવામાં આવેલ છે.

સમયાંતરે જીયુવીએનએલ એન પીજીવીસીએલ ચેકીગ સ્કવોડ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં મોટા પાયે વીજ ચોરી પકડવામાં આવતી હોય વીજચોરી કરનાર લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.