ઉનાળાની ગરમીમાં હિમાચલના ઠંડા પ્રદેશમાં ટ્રેકિંગમાં ભાગ લેવો છે?
એપ્રિલથી ૧૫ જુન સુધી હિમાલયમાં ટ્રેકિંગમાં ભાગ લઇ શકાશે
અમદાવાદ : ગુજરાત-મુંબઈ સહિત દેશભરના અસંખ્ય લોકોને પ્રકૃતિ સાથે ઘરોબો કેળવવામાં નિમિત બનેલા હાઈટ એન્ડ સાઈટ હોલીડેઝ દ્વારા હિમાચલ પ્રદેશના સુવિખ્યાત ધર્મશાળા-મેક્લોડગંજ નજીક આવેલો ગજપાસ ટ્રેક ઘોષિત કરવામાં આવ્યો છે.
બરફ, ગ્લેસિઅર, વન સંપદા, ઘાસના વિશાળ મેદાનો, નદી, પક્ષીઓ અને હિમાલયની ઉંચી ચોટીઓનું નિરિક્ષણ થઇ શકે એવો આ ટ્રેક સમગ્ર એપ્રિલ અને મે મહિના ઉપરાંત જુનના પ્રથમ પખવાડિયા સુધી ચાલુ રહેશે.
સાત દિવસીય આ ટ્રેકમાં ગુજરાતભરના વિધાર્થીઓ ઉપરાંત તેમના વાલીઓ પણ ભાગ લઇ શકશે. શાળાઓ પણ પોતાનું ગ્રુપ તૈયાર કરી શકે છે. વધુ વિગત માટે ૯૮૨૫૭ ૬૫૯૯૦ અને ૯૮૨૫૩ ૨૮૮૦૨ પર સંપર્ક સાધવા જણાવવામાં આવ્યું છે.