Western Times News

Gujarati News

અમિતાભ બચ્ચનને આવી ઈરફાન ખાનની યાદ

મુંબઇ, ફિલ્મ જગતના શ્રેષ્ઠ અભિનેતાઓ પૈકીના એક ઈરફાન ખાનના નિધનને લગભગ બે વર્ષ થવા આવ્યા છે. આજે પણ ઈરફાન તેમના પરિવાર, મિત્રો અને ફેન્સની યાદોમાં જીવતા છે.

ઈરાફાનનો મોટો દીકરો બાબીલ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પિતા સાથેની જૂની તસવીરો કે વિડીયો શેર કરીને તેમની સાથે જાેડાયેલા કિસ્સા શેર કરતો રહે છે. હાલમાં જ બાબીલ એક પ્રોજેક્ટના શૂટિંગ બાદ ઘરે આવ્યો ત્યારે એક સ્પેશિયલ નોટ તેની રાહ જાેઈ રહી હતી. આ નોટ તેને મોકલી હતી સદીના મહાનાયક અમિતાભ બચ્ચને. આ નોટમાં અમિતાભ બચ્ચને ઈરફાન ખાનને યાદ કર્યા હતા.

બિગ બીએ આપેલી નોટની ઝલક બાબીલે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરીને બતાવી છે. ૧૭ માર્ચ ૨૦૨૨ના રોજ અમિતાભ બચ્ચને બાબીલને આ નોટ મોકલી હતી. નોટમાં અમિતાભ બચ્ચને લખ્યું, મને મોકલેલી પર્સનલ નોટ માટે આભાર. જીવન ક્ષણિક છે અને મૃત્યુ વિશાળ પરંતુ સંબંધો હંમેશા મૃત્યુ પર હાવી થતાં આવ્યા છે. જે સંભારણું જિગરી લોકો સાથે બની જાય છે તેને ક્યારેય ભૂલાવી શકાતું નથી.

ક્યારેક આપણે તેમને રમૂજ કે મજાક સાથે યાદ કરીએ છીએ, ક્યારેક ખુશીમાં તો ક્યારેક દુઃખમાં કે ક્યારેક કર્મ દ્વારા યાદ કરીએ છીએ. આ કેટલીક એવી બાબતો છે જે આપણને તેમની સાથે કાયમ જાેડીને રાખે છે. તારા પિતા ઈરફાન મહાન વ્યક્તિ હતા અને જે લોકો તેમના સંપર્કમાં આવ્યા હતા તે ભાગ્યશાળી હતા.

અનુપ સિંહના પબ્લિકેશનમાં પ્રસ્તાવના દ્વારા ઈરફાન વિશેના મારા વિચારો અને લાગણીઓ, અલબત્ત ટૂંકમાં, દર્શાવી શકવાની તક મળી તે મારા માટે લાગણીસભર હતું. હું તેમને ખૂબ યાદ કરું છું. નોટના અંત અમિતાભ બચ્ચનને બાબીલનાં મમ્મી સુતાપા અને તેના ભાઈ અયાનને યાદ આપી હતી. ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચન અને ઈરફાન ખાને ૨૦૧૫માં આવેલી ફિલ્મ ‘પીકૂ’માં સાથે કામ કર્યું હતું. ફિલ્મમાં દીપિકા પાદુકોણ લીડ રોલમાં હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.