Western Times News

Gujarati News

બુટ મોજા કે ચંપલ પહેરીને પરીક્ષા ખંડમાં પ્રવેશ નહીં

અમદાવાદ, ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાનું કાઇન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. પરીક્ષાને આડે હવે માત્ર એક દિવસ જ રહયો છે. પરંતુ પરીક્ષામાં કોઈ ગરબડ ન થાય, કોઈ ગેરરીતી ન થાય અને કોઈ આ વ્યવસ્થા ન સર્જાય તે માટે તંત્રની મહેનત મહિનાઓની છે.

પરીક્ષામાં થતી ગેરરીતિઓ અટકાવવા કેટલાક નિયમો શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે તેમનો જ એક નિયમ છે વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા વર્ગખંડ બહાર કરવામાં આવશે અને બૂટ, ચપ્પલ મોજા બ્લોક બહાર રાખવામાં આવશે.

કોરોનાનાં બે વર્ષ બાદ બોર્ડની પરીક્ષા લેવાઈ રહી છે જેથી પરીક્ષાનું આયોજ સુપેરે પાર પડે અને કોઈ ગેર વ્યવસ્થા ન સર્જાય તે માટે નિયમો નક્કી કરવામાં આવ્યા છે. જે નિયમો અમદાવાદ શહેર અને ગ્રામ્ય શિક્ષણ અધિકારી કચેરી દ્વારા જાહેર કરાયા છે.

જેના પર નજર કરીએ તો પરીક્ષા સ્થળોની આજુબાજુ ૧૪૪ની કલમ મુજબ પોલીસ કમિશનરના કાર્યાલયથી પ્રતિબંધાત્મક હુકમોનું પાલન કરવાનું નક્કી કરાયું છે. પરીક્ષા સ્થળે પશ્ચાતાપ પેટી રખાશે તેમજ ૧૪૪નું હુકમનામ જાહેરમાં પ્રદર્શિત કરાશે. પરીક્ષાકેન્દ્ર પર મુલાકાત રજિસ્ટર નિભાવવામાં આવશે. જે તે વિષયના વિષય શિક્ષકો જે તે વિષયની પરીક્ષા વખતે સુપરવિઝનમાંથી મુકત રાખવામાં આવશે.

ગેરરીતિના કિસ્સામાં નિયમ પ્રમાણે કાર્યવાહી પૂર્ણ ન કરનાર કર્મચારી, અધિકારી કસૂરવાર ગણાશે. પરીક્ષા સ્થળોની આજુબાજુ આવેલી ઝેરોક્ષની દુકાનો પરીક્ષાના સમય દરમિયાન બંધ રાખવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે પીવાનાં પાણીની વ્યવસ્થા વર્ગખંડ બહાર કરવામાં આવશે. બૂટ , ચંપલ મોજા બ્લોક બહાર રાખવામાં આવશે. પરીક્ષા કેન્દ્રની આસપાસ લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ રહેશે.

પરીક્ષા કેન્દ્ર પર મોબાઇલ ફોનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. તેમજ કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ લઈ જવાની મનાઈ કરવામાં આવેલ છે.

પરીક્ષા કાર્ય સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓને ઓળખપત્રો અપાશે. માસ કોપી કે ગંભીર પ્રકારની ગેરરીતિ કરવામાં મદદ કરનાર શાળાઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. બાળકોમાં બોર્ડની પરીક્ષાને લઇને કોઇ પ્રકારનો હાઉ ન રહે તે માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.