ગુજરાતમાં આવનારા પાંચ દિવસોમાં તાપમાન હજુ વધવાનું છે

નવીદિલ્લી, આ વર્ષે માર્ચ મહિનાથી શરુ થયેલી ભીષણ ગરમીથી લોકો ત્રસ્ત થઈ ગયા છે અને દિવસે બહાર નીકળવુ મુશ્કેલ બની રહ્યુ છે. સમગ્ર ઉત્તર, મધ્ય અને દક્ષિણ ભારતમાં આ જ સ્થિતિ છે. પહાડી રાજ્યો હિમાચલ, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડના અમુક ભાગો અને પૂર્વોત્તરના અમુક રાજ્યોમાં જ હવામાન ખુશનુમા છે.
જાે કે, ત્યાં પણ તાપમાનમાં વધારો થયો છે. આ રાજ્યોમાં વધશે તાપમાન હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં આવનારા પાંચ દિવસોમાં તાપમાન હજુ વધવાનુ છે. રાજ્યમાં તાપમાન ૪૦ ડિગ્રીથી પણ ઉપર જઈ શકે છે.
રાજ્યના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૩ ડિગ્રી આસપાસ રહ્યુ. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમી અને લૂનુ પ્રમાણ વધી શકે છે. દિલ્લી સહિત સમગ્ર ઉત્તર ભારતના અન્ય રાજ્યો યુપી, બિહાર, ઉત્તરાખંડ, હરિયાણા અને રાજસ્થાનમાં ઝડપી ગરમ પવન ફૂંકાશે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ તાપમાન વધવાનુ ચાલુ રહેશે.
રાજસ્થાનમાં ગરમીનો પ્રકોપ ચાલુ છે અને લઘુત્તમ તાપમાન ૨૩થી માંડીને મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસ સુધી રહેશે. દિલ્લી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં મહત્તમ તાપમાન ૩૮થી ૪૦ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રી સેલ્સિયસ સુધી રહેશે.
આ રાજ્યોમાં પડશે વરસાદ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતા ૨૪ કલાક દરમિયાન કેરળ, તમિલનાડુ અને કર્ણાટકના અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત પૂર્વોત્તર ભારતના અમુક ભાગો અને અરુણાચલ પ્રદેશમાં સારો વરસાદ પડી શકે છે. કાશ્મીર અને લેહ લદ્દાખમાં ઠંડી પડી રહી છે. હિમાચલના મોટાભાગના વિસ્તારોમાં હવામાન ઠંડુ છે.HS