Western Times News

Gujarati News

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ પણ RTIથી બચી શકે નહીં

નવી દિલ્હી, દિલ્હી હાઈકોર્ટે એક કર્મચારીની અરજીની સુનાવણીમાં ઠેરવ્યું છે કે એન્ફોરસમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી) ગુપ્તચર સંસ્થા હોવાના નાતે રાઈટ ટુ ઇન્ફર્મેશન (આરટીઆઈ) થી બચી શકે નહિ. વાત જ્યારે ભ્રષ્ટાચાર અને માનવ અધિકારની હોય ત્યારે કોઈપણ સંસ્થા તેના દાયરામાં આવી જાય છે.

આ કેસમાં એક કર્મચારીએ પોતાના હક માટે ઈડી પાસેથી કેટલીક માહિતી આરટીઆઈ હેઠળ માંગી હતી પણ તેને નહિ મળતાં તેણે આ કેસ કર્યો હતો.
દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું હતું કે આરટીઆઈ કોઇ વ્યક્તિની ફરિયાદ અને અધિકાર માટેની સિસ્ટમ છે અને એ તેનો અધિકાર છે જે ગુપ્તચર સંસ્થા હોવાના નાતે રોકી શકાય નહિ.

જાેકે, ક્રોટે એ સ્વીકાર્યું હતું કે ઈડી પાસેથી કોઈ કેસની વિગત કે કેસમાં કરેલી કામગીરી કે ત્રાહિત વ્યક્તિ અંગેની માહિતી આરટીઆઈ ના દાયરામાં આવતી નથી અને તે માહિતી નહિ આપવાની એજન્સીને મુક્તિ મળી છે. પણ કર્મચારી માત્ર પોતાના સંબંધિત માહિતી ચોક્કસ માંગી શકે અને આ તેનો અધિકાર છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.