વાઘ પુતિનનું મેનેસોટાના ઝૂમાં હાર્ટ એટેકથી મોત

મિનેસોટા, રશિયાના રાષ્ટ્રપતિની વાત નથી કરી રહ્યાં અહીં યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના મિનેસોટા ઝૂ ખાતે ‘પુતિન’ નામના વાઘ છે. જેને હાર્ટ એટેક આવવાની વાત સામે આવી છે. આ વાઘને બચાવવા માટે ડોક્ટરોની ટીમે પૂરો પ્રયાસ કર્યો, પરંતુ ‘પુતિન વાઘને’ બચાવી શકાયો નથી. પુતિન નામના ૧૨ વર્ષનો વાઘ ૨૦૧૫થી મિનેસોટા ઝૂમાં રહેતો હતો. તબીબી તપાસ દરમિયાન જ પુતિને દમ તોડ્યો હતો.યુએસએના મિનેસોટા પ્રાણીસંગ્રહાલયના તમામ પ્રાણીઓનું નિયમિતપણે નિરીક્ષણ કરવામાં આવે છે.
મિનેસોટા પ્રાણીસંગ્રાલયના પશુ અને પ્રાણી સંરક્ષણના પ્રમુખ ડૉ.ટેલર યૉ એ જણાવ્યું કે, આ એક નિયમિત પ્રક્રિયા હતી, જે વાઘની મહત્વપુર્ણ સંરક્ષણનો એક મહત્વનો ભાગ છે. તપાસ દરમિયાન બધા જ પ્રકારની સાવધાની રાખવામાં આવે છે. ટીમે વાઘ પુતિનને બચાવવા માટે પોતાની પુરી તાકાત અને પ્રયત્ન આપ્યો હતો. પણ છતાં અમે તેને બચાવી ન શક્યા.
પુતિન વાઘનો જન્મ ૨૦૦૯ માં ચેક ગણરાજ્યમાં થયો હતો. આ ઝુમાં આવતા પહેલાં વાઘ પુતિન ડેનમાર્કમાં એપ્પલ વેલી ઝુ માં હતો,જે ત્યાં ૬ વર્ષ સુધી ઝુમાં રાખવામાં આવ્યો હતો.
મિનેસોટા પ્રાણીસંગ્રહાલયના નિદેશક જાેન ફ્રોલીએ કહ્યું કે, આજનો દિવસ જુ ના કર્મચારીઓ માટે ઘણો કઠિન છે, અમને વાઘના નિધનથી ઘણો આઘાત લાગ્યો છે. અહીં કામ કરનારા બધા જ કર્મચારી શોકમાં છે. પુતિન વાઘના નિધન બાદ હવે જૂ સુંદરી નામની એક વયસ્ક માદા વાઘનું ઘર છે.SSS