સીરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં યાસિન ભટકલ સહિત ચાર સામે હવે ટ્રાયલ
(એજન્સી) અમદાવાદ, અમદાવાદમાં ર૬મી જુલાઈ, ર૦૦૮ના દિવસેે શ્રેણીબધ્ધ ર૦ બોમ્બ બ્લાસ્ટ અને સુરતમાં પણ ૧પ જગ્યાએ બ્લાસ્ટના કાવતરામાં સામેલ ચાર આરોપીઓને બચાવ માટેે લીગલ સર્વિસ ઓથોરીટીમાંથી એડવોકેટની ફાળવણીનો ખાસ જજ અંબાલાલ આર.પટેેલે હુકમ કર્યો છે.
ડો.અબુ ફૈસલ ઉર્ફે અક્રમ ઉર્ફે અનવર, મહમ્મદ અહેમદ ઉર્ફેે શાહરૂખ ઉર્ફેે યાસિન ભટકલ, અબ્દુલ સુભાન કુરેશી અને અશબ ઉલ્લા એચએ હડ્ડી એન્ય રાજયોની જેલમાં હોવાથી ઝુમ એપ્લીકેશન મારફતે તેમની સામે ટ્રાયલ ચલાવવામં આવશે. આરોપીઓ સામેના કુલ ૩પ કેસો ભેગા કરવામાં આવશે. તે પછી સરકારી વકીલ દ્વારા પુરાવાઓનું લીસ્ટ રજુ કરાશે. ત્યારબાદ ચારેય આરોપીઓ સામે ચાર્જફ્રેમ કરીને કેસની શરૂઆત કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે બ્લાસ્ટ કસમાં તાજતેરમાં જ કોર્ટે ચુકાદો આપીને ૩૮ આરોપીઓના ગુનાને રેરેસ્ટ ઓફ રેર’ ગણાવીને તેમને ફાંસીની સજા, જયારે બાકીના ૧૧ દોષિતોને જીવે ત્યાં સુધી જેલમાં રહેવાની સજા ફરમાવી હતી. દોષિત ઠેરવાયેલા તમામ આરોપીઓ સાબરમતી જેલ ઉપરાંત દેશની અલગ અલગ રાજ્યોની જેલમાં અન્ય ગુનાઓ સબબ કેદ છે. જ્યારે આ કેસના ૮ આરોપીઓ હજી પણ ભાગેડુ છે.
બ્લાસ્ટ કેસમાં પકડાયેલા પૈકીના ચાર આરોપીઓ અન્ય રાજ્યોની જેલમાં હોવાથી તેમની સામેના કેસ ચાલુ થયો નહોતો. જેના લીધે બ્લાસ્ટ કેસના ખાસ સરકારી વકીલ અમિત પટેલે બ્લાસ્ટ કેસના ચાર આરોપી સામેના કેસો ભેગા કરવા અને તેમની સામે ચાર્જ ફ્રેમ કરવા માટે અરજી કરી હતી. જેના પગલે કોર્ટે ચારેય આરોપીઓને તેમના બચાવ માટે વકીલ રોકવા માટે જણાવ્યુ હતુ.