તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ રદ કરવાની જાહેરાત ટૂંક સમયમાં કરાશે

(તસ્વીરઃ અશોક જાેષી, વલસાડ) પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ આંદોલન હવે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચી ચુક્યો છે.તો બીજી તરફ રાજ્યના ત્રણ મંત્રીઓ નાણા મંત્રી કનુભાઇ દેસાઇ, આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ ,નર્મદા અને કલ્પસર મંત્રી જીતુભાઈ ચૌધરી ,
પૂર્વ આદિજાતિ અને વન મંત્રી રમણભાઈ પાટકર, ડાંગ અને વલસાડ જિલ્લાના ભાજપના ધારાસભ્યો ની ઉપસ્થિતિમાં વલસાડ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં પ્રોજેકટ રદ કરવા અંગે ટુક સમયમાં જાહેરાત કરાશે તેમ જણાવ્યું હતું.સરકાર એકપણ આદિવાસી વિસ્થાપિત થાઈ તેવું કોઈ કામ કરશે નહીં.કેટલાક લોકો પોતાનું રાજકારણ ચલાવવા આદિવાસી ઓને ભ્રમિત કરી રહ્યા છે.
વધુ મા આ પ્રોજેક્ટ ના વિરોધ માં આંદોલન ચલાવી રહેલી સમિતી માં ભંગાણ પડ્યું હોય ડેમ ના વિરોધમાં આંદોલન ચલાવી રહેલી સમિતિના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના આગેવાનો પણ સરકારના સમર્થનમાં ઉપસ્થિત રહ્યા હતા. અને હવે તેઓ સ્થાનિકોને ડેમ અંગે સાચી વાત બતાવશે.
સાથે તે મણે સરકાર તેમના વિસ્તારમાં કાર્યક્રમ કરી લોકો સામે આ વાત મૂકે તેમ જણાવ્યું હતું. પત્રકાર પરિષદ અગાવ પૈખડ ડેમ હટાવ સમિતિના આગેવાનોએ સરકારના મંત્રીઓ સાથે કરી બેઠક બેઠકમાં સમિતિના ઉપપ્રમુખ અને પ્રમુખે ને હવે સાચી વાસ્તવિકતા સમજાઈ ગઈ હોવા ની વાત જણાવી
નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે બજેટમાં મોટા ચેકડે મો બનાવવા રૂ.૫૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે.જેનાથી નદીઓ ઉપર મોટા ચેકડેમ બનતા પાણીનો સંગ્રહ પણ થશે જેથી સ્થાનિક સ્તરે જમીનના પાણી નો સંગ્રહ થશે.તેમણે ઉમેર્યું કે સરકાર આદિવાસીઓને વિસ્થાપિત કરી કોઈ યોજના લાવશે નહિ.સાથે આવતી કાલે ધારાસભ્યો દિલ્હી જઈ રહ્યા છે.જેથી હવે કોઈ ભ્રમિત ન થાય .