Western Times News

Gujarati News

કામ પ્રામાણિકતાથી કરો તો ઈશ્વર ખુશ, બોલવાની જરૂર નથી તમારુ કામ બોલશે

બોલવામાં ચપળ માણસ બે ઘડી મૂરખ બનાવી શકે પણ જુઠ્ઠાણું વધુ સમય ટકતું નથી.

જ્યાંથી જે શીખવા મળે એ શીખી લેવું અને અમલમાં મૂકવું. કેમકે જીવનમાં આપણને બધુ વારંવાર નથી મળતું.

થોડી ઝાઝી પણ વાત કરો… જાગ્યા ત્યાંથી જ પ્રભાત કરો…- જયજયકાર થશે કામ થકી, કોણે કીધું પંચાત કરો, વ્યવહારોનું વળગણ છોડી, જાત જેવડી સોગાત કરો.
– સોલિડ મહેતા

સોલિડ મહેતાજીની આ રચના છે. સીધી સાદી સરળ ભાષામાં બહુ જ જરૂરી વાત જણાવી દીધી. વાતચીત કરવાથી માણસનું મન હળવું થાય છે. જીવનમાં મૌન જરૂરી છે અને વાતચીત પણ એટલી જ જરૂરી છે. વાતચીત કરવાથી આપણે જીવનમાં હળવાશ અનુભવીએ છીએ.

જીવનમાં અનુભવ એ શ્રેષ્ઠ છે. આપણને જયારે જ્યાંથી જે કંઈ શીખવા મળે એ શીખી લેવું જાેઈએ. તકલીફોની સામે લડીને જ આપણી અંદર હિંમત આવે છે. અને આપણે રોજ વધુને વધુ સ્ટ્રોન્ગ બનીએ છીએ. અને વધુને વધુ અનુભવ મેળવીએ છીએ.

જ્યારે પણ આપણે જાગીએ ત્યારથી જ સવાર થાય છે. એટલે જ જ્યાંથી જે શીખવા મળે એ શીખી લેવું અને અમલમાં મૂકવું. કેમકે જીવનમાં આપણને બધુ વારંવાર નથી મળતું. તક વારંવાર નથી મળતી. જ્યારે પણ તક મળે ત્યારે જ ઝડપી લેવી.
જીવનમાં આપણને બધા પાસેથી કંઈક ને કંઈક શીખવા મળે છે.

સારા ખરાબ સમયમાં જ આપણને સારા અનુભવ અને સારા લોકો મળે છે. જીવનમાં પોઝિટિવ એટીટ્યુડ આપણને આગળ લઈ જાય છે. હંમેશા આગળ વધવું સારી ભાવના સાથે. સારા કામનો વિચાર આવે તો તરત જ અમલ કરવો. સમય જતો રહે પછી સારા કામનો કોઈ મતલબ રહેતો નથી. તો હંમેશા કોઈ પણ વિચાર આવે તો એનો અમલ કરવો. સમય ખૂબ જ કિંમતી છે. સમય ઝડપથી આગળ ને આગળ વધતો જ રહે છે. સમયની કોઈની રાહ જાેતો નથી.

તમારે બોલવાની જરૂર નથી તમારુ કામ બોલશે. કેમકે આપણે આપણા વખાણ ક્યારેય ના કરવા જાેઈએ. તમે જે કામ કર્યુ છે એ કેટલુ ચોક્કસાઈથી કર્યુ છે એની નોંધ લેવાય છે. તમે પંચાત કરશો કે પોતાની વાહ વાહી કરશો તો લોકો તમારી પીઠ પાછળ હાંસી જ ઉડાવશે. તમારં કામ કેટલું ચોક્કસાઈથી કરો છો એનાથી તમારી ઓળખાણ થાય છે.

તમારી પ્રસંશા જયારે બીજા લોકો કરે ત્યારે જ થઈ કહેવાય. બાકી બધા લોકો પોતાના વખાણ કરવામાં હોશિયાર જ હોય છે. તમારા કામ અને સ્વભાવની ચર્ચા લોકોને કરવા દો.

તમારા ગુણો તમારા કામ થકી પ્રગટ થશે. પોતાની બડાઈ કરવાથી માત્ર જગ હસાઈ જ થશે. જે લોકોએ જીવનમાં કંઈ કરી બતાવ્યું છે લોકો એને યાદ કરે છે. પોતાના કામ થકી જ કંઈક કરી શકાય છે. બોલવામાં ચપળ માણસ બે ઘડી મૂરખ બનાવી શકે પણ જુઠ્ઠાણું વધુ સમય ટકતું નથી.

મીઠી મીઠી વાતોથી કોઈને વધુ સમય ફેરવી ના જ શકાય. એટલે જાત મહેનત કરી તમે કામ કરતા જાવ. લોકો તમારી કદર કરે છે કે નહી એ ના જુઓ. જીવનમાં જે સફળ થાય છે જે પોતાના કામને ઈમાન બનાવે છે. તમારું કામ પ્રામાણિકતાથી કરો તો ઈશ્વર ખુશ છે. તમારુ કામ ખુશીથી કરો તો ઈશ્વર ખુશ છે. તમારુ કામ પ્રેમથી કરો તો ઈશ્વર ખુશ છે.

તમારા કામમાં ઈશ્વરની ખુશી જાેશો તો ઈશ્વર ખુશ છે. નથી મંદિરે જવાની જરૂર.  એને જે કરે છે કામ પોતાના માટે એને બધાની ખુશી માટે.. સોલિડ મહેતાજીની એક પંક્તિ રજૂ કરું છું. સામે ચાલી મળવા આવે, સોલિડ તો જ મુલાકાત કરો. – સોલિડ મહેતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.