Western Times News

Gujarati News

BCCIના પ્રમુખ પદે સૌરવ ગાંગુલી નિશ્ચિત

નવી દિલ્હી : વિશ્વભરના ક્રિકેટ એસોસીએશનમાં BCCI સૌથી વધુ પ્રભાવશાળી અને સૌથી વધુ ધનિક ગણાતા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની ચૂંટણી યોજાવાની છે ત્યારે ગઈકાલે બોર્ડની મળેલી બેઠકમાં બોર્ડના પ્રમુખ પદ માટે સૌરવ ગાંગુલીના નામ પર સહમતિ સંધાતા બીસીસીઆઈના પ્રમુખપદે ગાંગુલીની વરણી નિશ્ચિત માનવામાં આવી રહી છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના (Cricket Control Board) પ્રમુખ પદની ચૂંટણીને લઈ છેલ્લા ઘણા સમયથી કવાયત ચાલી રહી છે આ ઉપરાંત અન્ય ક્રિકેટ એસોસીએશનના હોદ્દેદારોની ચૂંટણીઓ થઈ ગઈ છે જેના પગલે હવે બીસીસીઆઈના પ્રમુખની ચૂંટણી થવાની છે ગઈકાલે બીસીસીઆઈના હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં પ્રમુખ પદ માટેના દાવેદારો અંગે ચર્ચા થઈ હતી

જેમાં સૌ પ્રથમ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન અને વેસ્ટ બંગાળ ક્રિકેટ એસોસીએશનના (West Bengal Cricket Association Saurav Ganguly) અગ્રણી સૌરવ ગાંગુલીના નામ પર સંમતિ સંધાઈ હતી. બોર્ડની બેઠકમાં હોદ્દેદારોની વરણી ઉપરાંત અન્ય મુદ્દાઓ ઉપર વિશેષ ચર્ચા થઈ હતી જેના પર તમામની નજર મંડાયેલી હતી જાકે પ્રારંભથી જ બીસીસીઆઈના પ્રમુખ પદ માટે સૌરવ ગાંગુલીનું નામ સૌથી આગળ હતું.

ગઈકાલે મળેલી બેઠકમાં સૌરવ ગાંગુલીનું નામ સર્વાનુમતે ચર્ચામાં આવતા આજે અથવા તો બે દિવસમાં બોર્ડના પ્રમુખ પદે સૌરવ ગાંગુલીની વરણી થાય તેવું મનાઈ રહયું છે. આજ સવારથી જ સૌરવ ગાંગુલી પણ ખૂબ જ વ્યસ્ત જણાતા હતા અને તેમને મળવા મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.