દહેજ માંગી યુવતીને પતિ તથા સાસુ ત્રાસ આપતા ફરિયાદ
અમદાવાદ, શહેરમાં રહેતી એક પરિણીતાએ તેના જ પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધાવી છે. લગ્ન બાદ થોડા દિવસ યુવતી પિયર રહેવા ગઈ અને ત્યાંથી પરત સાસરે રહેવા આવી તો પતિનું વર્તન બદલાઈ ગયું અને અલગ પથારી કરીને સુવા લાગ્યો હતો.
આટલું જ નહીં વધુ દહેજ માંગી યુવતીને પતિ તથા સાસુ ત્રાસ પણ આપવા લાગ્યા હતા. પરિણીતાના સસરાનું અવસાન થતાં તેના પગલાં સારા નથી અને મારા પતિને તું ખાઈ ગઈ કહીને સાસુએ ત્રાસ ગુજાર્યો હતો. પોલીસ કમિશનર ઓફિસ શાહીબાગ પાસે રહેતી ૨૭ વર્ષીય યુવતીના વર્ષ ૨૦૨૦માં મુંબઈના એક યુવક સાથે અમદાવાદની નામાંકિત હોટલમાં લગ્ન થયા હતા.
લગ્ન બાદ યુવતી સાસરે રહેવા ગઈ અને બાદમાં થોડા દિવસ પિયર રહેવા ગઈ હતી. જ્યાંથી પરત આવી ત્યારે અચાનક જ તેના પતિનો સ્વભાવ અને વર્તન બદલાઈ ગયું હતું. યુવતી સાથે તેનો પતિ કોઈ વાતચીત નહોતો કરતો અને અલગ પથારી કરીને સુવા લાગ્યો હતો.
સાસુ અને પતિએ દહેજ યોગ્ય નથી આપ્યું કહીને આ યુવતીને ત્રાસ આપવા લાગ્યા હતા. થોડા દિવસ બાદ સાસુએ યુવતીને કહ્યું કે, અમે તને જાેવા આવ્યા ત્યારે તારા સસરા સાથે હતા અને ત્યારે તેવામાં જ તેઓનું અવસાન થયું, તારા પગલાં સારા નથી તું મારા પતિને ખાઈ ગઈ છે. બાદમાં સાસુએ ૫૦ લાખ રોકડા, સોનું અને હીરાના દાગીનાની દહેજમાં માંગણી કરી યુવતીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
બાદમાં સાસુ પતિએ આ યુવતીને દહેજ માંગી ત્રાસ આપવાનું અને માર મારવાનું શરૂ કર્યું હતું. યુવતી નોકરીએથી આવે ત્યારે પણ તેની સાથે બોલાચાલી ઝગડો કરી ત્રાસ આપી માર મારતા હતા. સમગ્ર મામલે પરિવારજનોને યુવતીએ જાણ કરતા સામાજિક રુહે સમાધાનના પ્રયાસ કરાયા હતા પણ સાસરિયાઓએ તેમાં રસ ન દાખવતા યુવતી પિયર આવી ગઈ અને પતિ તથા સાસુ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે.SSS