સીરિયલ કિલર પત્નીના હાથ-પગ બાંધી અનનેચરલ સેક્સ કરતો હતો

ગ્વાલિયર, ગ્વાલિયરની ક્રાઈમ બ્રાન્ચે હાલમાં જ મહિલાઓને જાળમાં ફસાવીને તેમની હત્યા કરીને પ્રોપર્ટી હડપનારા સીરિયલ કિલરની ધરપકડ કરી છે. તેનાથી ચાર હત્યાઓનો ખુલાસો થયો હતો, પરંતુ હાલ જે ખુલાસો થયો તે ખૂબ જ ચોંકાવનારો છે.
સીરિયલ કિલરની પત્ની પોલીસ પાસે પહોંચી છે. તેણે પોતાની દુઃખભરી સ્ટોરી સંભળાવી છે. મહિલાનું કહેવુ છે કે, સીરિયલ કિલર પતિ તેના હાથ-પગ બાંધીને અનનેચરલ સેક્સ કરતો હતો. તે પોર્ન મુવીની સ્ટાઈલમાં સેક્સ ઈચ્છતો હતો. જ્યારે પીડિતા વિરોધ કરતી, તો તેની છાતી પર બેસીને લાત-મુક્કા મારતો હતો. આ સ્ટોરી સાંભળીને પોલીસ ઓફિસરોએ તાત્કાલિક આરોપી વિરુદ્ધ પત્ની સાથે અનનેચરલ સેક્સ કરવાનો મામલો નોંધી લીધો છે. હાલ, આરોપી જેલમાં છે.
સીરિયલ કિલરની ૩૦ વર્ષીય પત્ની પોલીસ પાસે પહોંચી. તેણે પોતાની સાથે થયેલા ઝુલ્મોની સ્ટોરી સંભળાવી. પીડિતાએ જણાવ્યું કે, તેના રાજેશ સાથે લગ્ન ૨૭ નવેમ્બર, ૨૦૧૫માં થયા હતા. ત્યારબાદ બંનેના એક દીકરાનો જન્મ થયો. તેની હાલ ઉંમર પાંચવર્ષ છે.
દીકરાના જન્મ બાદથી પતિનો વ્યવહાર બદલાઈ ગયો. તે માણસમાંથી શૈતાન બની જતો હતો. તે પોર્ન મુવીની જેમ સેક્સ કરવા માગતો હતો.
અનનેચરલ સેક્સ ના કરવા પર હાથ-પગ બાંધીને દુષ્કૃત્ય કરતો હતો. ઘણીવાર તો મારો અવાજ બહાર ના નીકળે તેના માટે મોઢામાં કપડું ઠૂંસીને ર્નિદયતાપૂર્વક મારતો હતો. ઘણા દિવસો સુધી તો સહન કર્યું, પરંતુ જ્યારે પરિસ્થિતિ ના બદલાઈ તો છ મહિના પહેલા મહિલા પિતાના ઘરે ચાલી ગઈ. ત્યારબાદ તેના પતિએ તેની હત્યાનો પ્રયત્ન કર્યો. હવે જ્યારે પતિ જેલમાં છે તો તેની પત્ની પોલીસ સ્ટેશન પહોંચી અને ફરિયાદ કરી હતી.
હાલમાં ગ્વાલિયર પોલીસે એક સીરિયલ કિલર રાજેશ ઉર્ફ રાજેશ કમરિયા, રાજેન્દ્ર મેહરાની ધરપકડ કરી હતી. રાજેશે પોતાની પત્નીને માર મારીને તેની હત્યાનો પ્રયત્ન કર્યો હતો. જેના પર તેની પત્ની કામના (નામ બદલ્યું છે) પોલીસ જનસુનાવણીમાં પહોંચી હતી. તેના પતિના અત્યાચારો સાથે જ તેના સીરિયલ કિલર હોવાની વાત જણાવી. દરમિયાન, ગ્વાલિયર પોલીસે પણ રાજેશ સંબંધી પૂરતા પુરાવા આપ્યા હતા.
ત્યારબાદ પોલીસે રાજેશની ધરપકડ કરી તો તેણે એક પછી એક ચાર હત્યાઓનો ખુલાસો કર્યો હતો. ઘણા છેતરપિંડીના મામલા ખુલ્યા હતા. રાજેશે ઝાંસી મઉરાનીપુરની ગીતા સાથે મિત્રતા કરી પહેલા તેની સાથે મળી પતિ મનોજ ગહલોદની હત્યા કરી.
તેના થોડાં વર્ષો બાદ ગીતા, તેના દીકરા તેમજ ભત્રીજાની હત્યા કરી. આ સાથે જ રાજેશે ઘણા છેતરપિંડીના મામલાઓનો પણ ખુલાસો કર્યો. ૧૨ વર્ષ પહેલા તે પોલીસના સામે નિર્દોષ બનીને ફરી રહ્યો હતો.