Western Times News

Gujarati News

ગાંધીનગરના બોરીજ હત્યા કેસઃ જેઠ જ પરીણિતાનો હત્યારો હોવાનો તપાસમાં ખુલાસો

ગાંધીનગર, ગાંધીનગરના છેવાડે આવેલા બોરીજ ગામમાં પરિણીતાની હત્યા મામલે મોટો વળાંક આવ્યો છે. આ કેસમં જેઠ જ હત્યારો હોવાનું સાબિત થયું છે. આરોપીએ મહિલાના પ્રેમીને વચ્ચે ભરાવીને પોતાને આ કેસમાંથી બહાર કાઢવા માટે ખોટી વાત ઉપજાવી કાઢી હતી.

જાેકે, પૂછપરછ દરમિયાન મોટો ખુલાસો થતા આખરે પરિણીતાનો જેઠ જ તેનો હત્યારો હોવાનું સાબિત થયું છે. આ કેસમાં પરિણીતાના પતિએ પ્રેમી દ્વારા પત્નીની હત્યા કરી હોવાની શંકા પોલીસ સમક્ષ વ્યક્ત કરી હતી. જ્યારે પરિણીતાના ભાઈએ બહેનના પતિ સહિત સાસરિયા સામે ફરિયાદ નોંધાવી હતી. જાેકે, કેસ ગુંચવાતા પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા મોટો ખુલાસો થયો હતો કે આ કેસમાં પરિણીતાની હત્યા તેના પ્રેમી નહીં પરંતુ જેઠે જ કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

પાછલા અઠવાડિયે બનેલી ઘટનામાં નિકિતા રાહુલજી ઠાકોર નામની પરિણીતાની હત્યા કરાઈ હતી. શરુઆતમાં આ કેસમાં પરિણીતાના તલોદના પ્રેમી રાજુજી ઠાકોર સામે આંગળી ચિંધાઈ હતી, મૃતક મહિલાના પતિ રાહુલજીએ પણ પ્રેમીનો હાથ હોવાની શંકા વ્યક્ત કરી હતી.

સેક્ટર-૨૧ પોલીસે આ કેસમાં આરોપીઓની ધરપકડ કરી લીધી હતી તેમાં મૃતક નિકિતાના જેઠનો પણ સમાવેશ થતો હતો. જેની પૂછપરછ દરમિયાન ખુલ્યું કે પ્રેમી નહીં પરંતુ જેઠ ફુલાજી ઠાકોરે જ નિકિતાની હત્યા કરી હતી. જેઠે ગળું દબાવીને નાના ભાઈની પત્નીની હત્યા કરી નાખી હતી.

બનાવની રાત્રે ઘરે કોઈ નહોતું અને પરિણીતા નિકિતા એકલી હતી, જેનો લાભ લઈને પ્રેમી રાજુજી ઠાકોર તેના ઘરે આવ્યો હતો. જે દરમિયાન ગામના લગ્ન પ્રસંગમાં ગયેલા સાસુ ભીખીબેન મોડી રાત્રે ઘરે આવ્યા તો નિકિતાએ દરવાજાે ખોલ્યો નહોતો. ઘરનો દરવાજાે ખોલવામાં નિકિતાએ મોડું કરતા તેમણે પોતાના દીકરા ફુલાજીને ઘરે બોલાવ્યો હતો. આ દરમિયાન પ્રેમી રાજુજીએ ભાગવાની કોશિશ કરતા ફુલાજીએ તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ભાગી ગયો હતો.

આમ ઘરની વહુને પરપુરુષ સાથે જાેઈને જેઠ ફુલાજી ગુસ્સે ભરાયો હતો અને તેણે નિકિતા સાથે ઝઘડો કરીને આવેશમાં તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. પ્રેમીએ હત્યા કરી હોવાનું ચલાવ્યા પોલીસ ગુનેગાર સુધી પહોંચી ગઈ છે. હવે આ કેસમાં જેઠે આ પગલું પોતાનું નામ ના ઉછળે તે માટે કરી છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.