જ્હોન રેસ્ટોરન્ટમાં જઈને ૬૪ રોટલીઓ ખાઈ ગયો હતો
મુંબઇ, જ્હોન અબ્રાહમ બોલિવૂડનો સૌથી ફિટ એક્ટર પૈકીનો એક છે. તે પોતાની ફિટનેસનું ખૂબ જ ધ્યાન રાખે છે. પણ, એક વાત બહુ ઓછા લોકો જાણતા હશે કે જ્યારે જ્હોન અબ્રાહમ યુવાન હતો ત્યારે ખાણીપીણીનો ખૂબ જ શોખીન હતો.
એક વખત જ્હોન રેસ્ટોરન્ટમાં ૬૪ રોટલીઓ ખાઈ ગયો હતો. ત્યારે ત્યાં હાજર વેઈટરે જ્હોનને કહ્યું હતું કે હજુ ભાત પણ છે. વાત જાણે એમ છે કે જ્હોન અબ્રાહમ ‘ધ કપિલ શર્મા’ શૉમાં પોતાની ફિલ્મ ‘અટેક’ના પ્રમોશન માટે આવ્યો હતો. જ્હોનની સાથે-સાથે તેની કો-સ્ટાર રકુલ પ્રીત સિંહ પણ આવી હતી.
જ્યાં તેઓ બંનેએ ખૂબ જ મસ્તી કરી હતી. ત્યારે વાતવાતમાં શૉના હોસ્ટ કપિલ શર્માએ જ્હોનને સવાલ કરતા પૂછ્યું હતું કે શું આ વાત સાચી છે કે તું એકવખત રેસ્ટોરન્ટમાં ૬૪ રોટલીઓ ખાઈ ગયો હતો? ત્યારે જવાબમાં એક્ટર જ્હોને જણાવ્યું કે હા આ સાચી વાત છે, જ્યારે મેં આવું કર્યું ત્યારે ત્યાં હાજર વેઈટરે આવીને કહ્યું હતું કે હજુ ભાત પણ છે.
આ સાથે જ કપિલ શર્માએ હસતા-હસતા ઘણાં સવાલ પૂછ્યા હતા. એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહને એક સવાલ કરતા પૂછ્યું કે ‘તને એટલું બધું વાંચવું ગમે છે કે હૉટેલમાં જઈને ફૂડ મેનું વાંચવાનું પસંદ કરે છે?’ ત્યારે રકુલ પ્રીત સિંહે હા પાડતા કહ્યું કે ‘હું હોટેલમાં જઈને ફૂડ મેનુ વાંચવાનું પસંદ કરું છું કારણકે તેનાથી એવું લાગે છે કે પેટ અને મન ભરાઈ ગયું છે.
અહીં નોંધનીય છે કે ફિલ્મ ‘એટેક’નું શૂટિંગ ઉત્તરપ્રદેશના એરપોર્ટ પર થઈ રહ્યું હતું. જ્યાં જ્હોન અબ્રાહમ કેટલીક શૂટિંગ સિકવન્સના શોટ આપી રહ્યો હતો. જાેકે, પોતાના માનીતા એક્ટરને નજીકથી જાેવાની લ્હાયમાં આસપાસના ગામના લોકો પહોંચ્યા હતા.
આ દરમિયાન સુરક્ષા ટીમ સાથે તેમનો વિવાદ થયો હતો અને બોલાચાલી પછી કેટલાક અજાણ્યા તત્વોએ શૂટિંગમાં વ્યસ્ત રહેલી ટીમ પર પથ્થરમારો કર્યો હતો. જ્હોન અબ્રાહમ અને રકુલ પ્રીત સિંહની ફિલ્મ ‘એટેક’ તારીખ ૧ એપ્રિલે રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં સાથે એક્ટ્રેસ જેક્લિન ફનાર્ન્ડિઝ પણ જાેવા મળશે.SSS